________________
પ૨૮
જૈન તત્ત્વ પ્રકાશ મૃત્યુ થાય છે ત્યારે પંચ ભૂતે પોતપોતામાં ભળી જાય છે ત્યારે આત્મા નષ્ટ થાય છે. આત્મા બીજી કઈ વસ્તુ નથી. ન કોઈ પરમાત્મા છે, ન કેઈ પુણ્ય પાપ છે. આ બધા કુમતિઓના ભ્રમ છે, એને છેડે અને નિશ્ચિતપણે-નિર્ભયપણે મોજમજા ઉડાવે. આવું કહેનારને. અકિયાવાદી અને નાસ્તિક પણ કહે છે.
અકિયાવાદીના ૮૪ પ્રકારે છે. પાંચ સમવાય અને ઈચ્છાથી ઉત્પન્ન થયેલ જગત એમ ૬ બાબતને સ્વ આશ્રી અને પર આશ્રી લગાડતાં ૧૨ મત થયા. એ બારને સાત તત્ત્વ (પુણ્ય પાપ સિવાયનાં) પર લગાડતાં ૮૪ મત થયા. ૬x૨૮૭=૮૪.
પુણ્ય પાપનાં ફળ આત્માને ભેગવવાં પડતાં નથી એમ અકિયાવાદીમાને છે. તેને પૂછીએ કે ભાઈ ! પુણ્ય પાપનાં ફળ કેઈને ભેગવવાં પડતાં ન હોય તે દુનિયામાં એક સુખી અને એક દુઃખી કેમ છે ? એક હંમેશાં દિન પ્રતિ ચાર વાર ઇચ્છિત ભેજને કરાવી આનંદથી. જમે છે. પાંચ વાર પશાક બદલે છે અને સંસારનાં સુખો ભેગવે છે. ત્યારે બીજે ચાર ઘડી રાત બાકી હોય ત્યારે સવારે વહેલે ઊઠી જગલમાંથી લાકડાંની ભારી લાવી બપોર સુધી ગામમાં રખડીને વેચે છે. તેના પૈસાનું અનાજ લાવી હાથે દળી પહેાર રાત જાય. ત્યારે લખી સૂકી રાબડી પીને સૂઈ રહે છે. વળી, હંમેશાં તેવું સંકટ સહન કરવા છતાં પેટ પૂરતું અન્ન, એબ ઢંકાય તેટલાં લૂગડાં અને રહેવાને ઝૂંપડી પણ પામતે નથી, એનું શું કારણ ?
કારણ એ જ છે કે પુણ્ય-પાપ છે જ અને તેનાં ફળ સૌ ભેગવે. છે. આમ વિચારી નાસ્તિકેના ફંદમાં ન ફસાતાં સુખાભિલાષી મનુષ્યએ. ધર્મારાધન કરવું જોઈએ.
૩. અજ્ઞાનવાદી–અજ્ઞાવાદીના ૬૭ મત છે. અજ્ઞાનવાદી સાત. પ્રકારે સંકલ્પ વિકલ્પ કરે છે. ૧. જીવ છતે છે. ૨. જીવ છતે. અછતે બને છે. ૩. જીવ અછત છે. ૪. જીવ છતે છે પણ કહેવું નહિ, ૫. જીવ અછત છે પણ કહેવું નહિ. ૬. જીવ છતે અછત બંને છે. ૭. જીવ છતે પણ નહિ અને અછતે પણ નહિ.