________________
:૫૩૦
જૈન તત્ત્વ પ્રકાશ એ જ પ્રમાણે જ્ઞાની જાણે છે કે પાપ મને દુઃખદાતા છે. તેથી તે પાપથી દૂર રહે છે. પણ કદી કર્મ રોગના જોરથી પાપ કરશે તે પણ તે ખપ પૂરતું જ, એટલે કાર્ય કર્યા વિના ચાલે નહિ તેટલું જ અને તે પણ ડરતાં ડરતાં કરશે. એથી તેમને આત્મા અનર્થ– દંડથી બચી જશે, તેમ જ વખત પર પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થશે. પણ અજ્ઞાની તે બિચારે પિતે માની લીધેલા અજ્ઞાન સાગરમાં જ ડૂબી જશે.
૪. વિનયવાદી–તેના ૩૨ મત છે. તે આ રીતે છે. ૧. સૂર્યને વિનય; ૨. રાજાને વિનય, ૩. જ્ઞાનીને વિનય. ૪. વૃદ્ધને વિનય, ૫. માતાને વિનય, ૬. પિતાને વિનય, ૭. ગુરુને વિનય, ૮. ધર્મને વિનય, એ આઠ વિનયને મનથી રૂડે જાણે, વચનથી ગુણગ્રામ કરે, કાયાથી નમસ્કાર કરે અને બહુમાનપૂર્વક ભક્તિ કરે, એ રીતે ૮૪૪=૩૨ ભેદ થયા.
એ વિનયવાદીને એ મત છે કે, બધાય ગુણોમાં વિનય ગુણ શ્રેષ્ઠ છે, સૌથી નમી–ભજીને રહેવું. કઈ ગમે તે હોય તે, પણ આપણે તે તેને એકસરખે ગણવે, અને કેઈના પક્ષને નિદવે નહિ; એ વિનયવાદી “અનાભિગ્રહિક મિથ્યાત્વી” જેવા જાણવા. અહીં જ્ઞાન, ગુરુ અને ધર્મ કેવળીને વચન અનુસાર નથી. બાકીના લૌકિક વિનય છે. વળી, એકાંતવાદ પણ છે તેથી મિથ્યાત્વ છે.
એ પ્રમાણે કિયાવાદીના ૧૮૦ , અકિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩૨ મળી કુલ ૩૬૩ પાખંડી મત એકાંતપક્ષીના થયા. એને માને તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ ગણવું.
અગ્નિને સદા જાગતે રાખ, ધૂપ, દીવા કરવા, ધૂણી તાપી તપ કર, અને યજ્ઞ અને હવન વગેરે કરવાં, એમાં કેટલાક ધર્મ માને છે. એને પણ જરા વિચાર કરીએ.
અગ્નિ જેવી રાક્ષસી ચીજને તૃપ્ત કરવાને આ દુનિયામાં કઈ સમર્થ નથી. જે દિશામાં અગ્નિ જાય છે તે દિશાનાં સર્વ પ્રાણીમાત્રનું