________________
૫૧૭
પ્રકરણ ૩ નું મિથ્યાત્વ
દષ્ટાંત–કહે છે કે, બ્રહ્મમાંથી માયા ઉત્પન્ન થઈ. માયામાંથી સત્વ, રજ અને તમસ્ એ ત્રણ ગુણ ઉત્પન્ન થયા. વળી, સત્વ ગુણમાંથી વિષ્ણુદેવ, રજોગુણમાંથી બ્રહ્મદેવ અને તમોગુણમાંથી શંકરદેવ પેદા થયા. હવે તે પર વિચાર કરીએ. બ્રહ્મ છે તે ચેતન છે, માયા છે તે જડ છે, તે ચેતનમાંથી જડ શી રીતે સંભવે ?
વળી, એ જડ માયામાંથી ત્રણ ગુણ અને ત્રણ ગુણમાંથી ત્રણ ચેતનદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તે એ પણ શી રીતે બને ? કેમકે ગુણીમાંથી ગુણ ઊપજે પણ ગુણમાંથી ગુણી કેવી રીતે થાય? માટીમાંથી ઘડો બને પણ ઘડામાંથી માટી રીતે શી બને? કેઈની નિંદા અર્થે આ વાત કહેવામાં આવતી નથી, પણ સત્ય વિચારણું કરવા સારુ દર્શાવી છે. સત્ય બતાવવું તે કંઈ નિંદા નથી.
વળી, દેવના ૨૪ અવતારમાંથી કેટલાક પૂર્ણ અવતાર અને કેટલાક અંશ અવતાર જણાવે છે. એ પણ વાત નવાઈ જેવી છે. ઈશ્વરને પૂર્ણ અવતાર થવા ટાણે, સર્વ બ્રહ્મને પૂર્ણપણે તે અવતારમાં સમાવેશ થયે, તે બીજે ઠેકાણે બ્રહ્મને અભાવ થતાં સર્વ જગત શૂન્યરૂપ થયું. હવે અંશ અવતાર ઈશ્વરે ધારણ કર્યો, છતાં ઈશ્વરને તે સર્વ જગતમાં વ્યાપક માને છે, તે સર્વ જગતના છે અને ઈશ્વરમાં ફેર છે ? સૌ એકસરખા થયા, ઈત્યાદિ કુપ્રવચન શાસ્ત્રોમાં દેવ વિશેની ઘણી બાબતે છે, તેમાંની કેટલીક જૈન બંધુઓને સમજવા માટે અહીં ચર્ચા છે, માટે એવા દેવને દેવ તરીકે માનવા નહિ એ હેતુ છે.
વળી, કેટલાક જૈન ભાઈએ પણ સુરેંદ્ર, નરેંદ્રના વંદનિક, પૂજનિક, એવા પરમ પૂજ્ય શ્રી અરિહંત તીર્થંકર દેવનું શરણ મૂકી, જે દે, નાચ-ગાયન-કુતૂહલ-છળકપટ-પરસ્ત્રીગમન અને પુત્રીગમન કરનારા છે, સાત મહા દુર્ભુસન સેવે છે, જેમના મકાનમાં નજર આગળ બિચારાં નિરપરાધી પાડા, બકરાં, કૂકડાં, ઘેટાં, વગેરે અનાથ છ કપાય છે,