________________
u૨૦
જૈન તત્ત્વ પ્રકાશ
છે, સ્ત્રી વૃદ્ધ થયા પછી પુરુષને સંગ થયા છતાં ગર્ભધારણકિયા બંધ થાય છે. ગર્ભમાં અવતાર ધારણ કરનાર જીવ ગર્ભાશયમાં ચગ્ય સમય સુધી પાકે તે પછી જ બાળકરૂપે પ્રસરે છે. એ બાળક પણ યોગ્ય ઉંમરને થશે, ત્યારે ચાલવા, સમજવા માંડશે અને વિદ્યાભ્યાસ કરશે, યુવાન વય થતાં ઇદ્રિના વિષયની વિશેષ સમજણ પડશે. વૃદ્ધ અવસ્થા થતાં કેશ ધોળા થશે, દાંત ખરી પડશે, શક્તિ મંદ પડશે, એમ કરતાં કાળ પૂર્ણ થશે ત્યારે મૃત્યુને વશ થશે.
એ પ્રમાણે માણસો ઉપર જેમ કાળની સત્તા છે તેમ સ્થાવર જીવે ઉપર પણ છે. વનસ્પતિને તેને કાળ પરિપક્વ થાય ત્યારે જ અંકુર ફૂટે છે, પાંદડાં આવે છે, ફળફૂલ લાગે છે, બીજ રસ પ્રગટે છે, અને કાળ પૂર્ણ થતાં સડી–બગડી સુકાઈ જાય છે. | સર્વ દુનિયા કાળને આધારે જ ચાલે છે. સૂર્ય, ચંદ્ર, વગેરે પિતાના વખત પ્રમાણે ઊગે-આથમે છે, રાત્રિદિવસ થાય છે. શીતકાળમાં ઠંડક, ઉષ્ણકાળમાં ગરમી અને ચોમાસામાં વરસાદ એ પણ -કાળ પ્રમાણે જ પડે છે, કાળ પ્રમાણે ન પડે તે એ જ ઠંડી-ગરમી અને વરસાદ રેગાદિ અનેક ઉપદ્રવ ઉત્પન્ન કરે છે. સુખમ સુખમ આદિ છ આરાની અવસર્પિણ પણ કાળ પ્રમાણે જ પ્રવર્તે છે. તીર્થકર, ચકવતી, બળદેવ, કેવળી, સાધુ, શ્રાવક, એ પણ યોગ્ય કાળમાં ઉત્પન્ન થાય છે અને મેગ્યકાળે વિચ્છેદ પામે છે. વર્ણ, રસ, ગંધ, વગેરે પણ કાળને વશ છે, વિશેષ શું કહીએ!
સંસાર પરિભ્રમણ કરવાનું કે પરિતસંસારી બની મોક્ષ પ્રાપ્ત થવાનું પણ કાળને આધીન છે. કાળને પૂર્ણ પરિપાક થતાં મોક્ષ થાય છે.
એ પ્રમાણે પિતાના મતને પ્રતિપાદન કરનારે કાળવાદી કહે છે કે સર્વમાં શ્રેષ્ઠ કાળ જ છે. માટે સર્વ કાળને જ કર્તા મને. એકાંતકાળવાદી મિથ્યાત્વી છે પણ કાળને બીજા સમવાય સાથે મેળવે તે સ્યાદવાદી સમકિતી છે.