________________
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ
૫૧૯: ઈત્યાદિ અનેક રૂપે પાખંડ કરી પેટભરાઈ કરી ફરતા ફરે. એવાને માને પૂજે તેને ગુરુગત મિથ્યાત્વ કહે છે.
આ સ્થળે જૈન મતમાં દર્શાવેલા પાંચ સમવાય જાણવાની ખાસ જરૂર છે. એ પાંચ સમવાય જાણવાથી, ૩૬૩ પાખંડીઓના મતનું સ્વરૂપ લક્ષમાં આવતાં કુગુરુ વિષેનું ખરું જાણપણું થશે.
૩૬૩ પાખંડમત
પાંચ સમવાયનું સ્વરૂપ પાંચ સમવાયનાં નામ-(૧) કાળવાદી, (૨) સ્વભાવવાદી, (૩) (૩) નિયતિ–ભવિતવ્ય-(હાનહાર વાદી), (૪) કર્મવાદી. (૫) ઉદ્યમવાદી. એકાંતવાદના (મતના) સ્થાપક ઉપર્યુક્ત પાંચ પ્રકારના હોય છે. હવે તે પાંચનું સ્વરૂપ કહે છે.
૧. કાળવાદી–આ જગતમાંના સર્વ પદાર્થો કાળના કબજામાં છે. એટલે સર્વ પદાર્થો પર કાળનું અધિપતિપણું છે. કાળ સૌને કર્તા–ભર્તા–હર્તા છે. સ્ત્રી ગર્ભાધાન વિષે વિચાર કરીએ તે ગ્ય ઉંમરનાં સ્ત્રી પુરુષના સંગથી સ્ત્રીને વિષે ગર્ભ ધારણ થાય
* પાખંડી ગુરુને માટે કહ્યું છે કે : kals=धर्म ध्वजी, सदा लुब्ध छधि कोलोकदम्भकः
बैडालवत्तिको ज्ञेयो, हिंस्रःसर्वाभिसंधकः ॥ अधोइष्टि न कृतिकः स्वार्थसाधनतत्परः शटो मिथ्यावितश्च, बकवृत्तिचरो द्विजः ॥
[ મનુસ્મૃતિ અધ્યાય ૪ ] અથ–ધર્મના નામથી લોકોને ઠગે, સદા લોભી, કપટી, લોકમાં પોતાની બડાઈ કરનાર, હિંસક, વૈર (ઈર્ષા) રાખે, થોડાં ગુણોવાળો છતાં બહુ જ અભિમાન કરે, ખોટું કરીને પોતાનો સ્વાર્થ સાધે, પોતાનો પક્ષ ખોટો જાણે તો પણ હઠ છોડે નહીં, જૂઠા સોગન ખાય, ઉપરથી ઉજજવલ અને અંદરથી મેલા એ પ્રમાણે બગલા જેવા ચિત્તવાળા એટલાં લક્ષણવાળાને પાખંડી દ્વિજ કહેવો.