________________
- ૫૧૪
જૈન તવ પ્રકાશ
ગંગાજીમાં રહેનાર જળચળ પ્રાણીઓ તેમાં જ જન્મે છે અને તેમાં જ મરે છે. મનને મેલ ગયા વિના તેમને પણ સ્વર્ગ મળતું નથી, તે પછી બીજાનું શું કહેવું? કલોક-વિત્ત રાધિમિ મસ્ટિવનવુિં |
जीवहिंसादिभिः कायो गंगा तस्य पराङमुखी ।।
રાગદ્વેષ વગેરે દેથી જેનું મન, અસત્ય વચન વડે જેનું મુખ અને હિંસાદિ પાપથી જેની કાયા અપવિત્ર થઈ રહી છે તેનાથી તે ગંગાજી પણ મેં ફેરવીને રહે છે, અર્થાત નારાજ રહે છે અને તેવાને પવિત્ર કરી શકતી નથી,
૭. લેકેત્તર મિથ્યાત્વ
કોત્તર મિથ્યાત્વના પણ ૩ ભેદ છે (૧) લકત્તર દેવગત મિથ્યાત્વ (૨) લેકેત્તર ગુરુગત મિથ્યાત્વ (૩) લકત્તર ધર્મગત મિથ્યાત્વ.
સ્વલિંગમાં અકેવળી પિતાને કેવળી મને, બીજા તેને પણ તેમ માને તે કેત્તર દેવગત મિથ્યાત્વ.
તીર્થકરનું નામ તથા વેશ ધારણ કરે, પણ તીર્થકરના લેશમાત્ર ગુણ હેય નહિ (જેમ કે જમાલી). અઢાર દેષથી ભરેલ હોય, એવાને દેવ માને તે લેકર દેવગત મિથ્યાત્વ. વળી, વીતરાગદેવના નામની - માનતા તથા બાધા રાખી આ લેકમાં સુખ, ધન, પુત્ર, નીરોગી કાયા, ઘરની અનેક ઉપાધિનું નિવારણ, વગેરેની ઈચ્છા કરે અથવા તે તે કામની સિદ્ધિને માટે તીર્થકર દેવનું મરણ, રટણ, વ્રત વગેરે કરે તેને લેકેત્તર દેવગત મિથ્યાત્વ કહે છે.
જૈન સાધુનું નામ, વેશ તથા ઉપકરણ ધારણ કર્યા હોય, પણ જેમાં સાધુપણાના ગુણે ન હોય, પાસસ્થા (ભ્રષ્ટ સાધુ)નાં પાંચ દૂષણ સહિત હોય, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુણિરહિત હોય,