________________
૫૧૧
પ્રકરણ ૩ જુ: મિયાત્વ કરો અને આભિનિવેશિક મિથ્યાવથી નિવૃત્ત થવું.મિથ્યાભાવ, મિથ્યાવચન અને ખોટી ક્રિયાને કુતર્કથી પિષવી, શાસ્ત્રના અર્થ પિતાની મરજી પ્રમાણે કરી બતાવવા કે જેથી હિંસાનું પિષણ થાય, તે સર્વ આભિનિવેશિક મિથ્યાત્વ છે.
૪. સાથે કે મિથ્યાત્વ કેટલાક એવા જૈન ભાઈ એ છે કે, શ્રી વીતરાગ વાણીની કેટલીક ગહન વાતો સમજણમાં ન આવે, અને બીજા ધર્મવાળાથી કે આધુનિક–પાશ્ચાત્ય માન્યતાઓથી વિરુદ્ધ માલૂમ પડે તેથી જૈનમતમાં શંકા લાવી કહે છે કે આ વાત સાચી છે એમ શી રીતે માન્યું જાય ? કાં તે શ્રી પ્રભુએ જે હું ફરમાવ્યું છે અગર આચાર્યોએ જૂઠું લખ્યું છે, એવી ડામાડોળ સ્થિતિવાળું મન કરે છે. પણ એમ નથી વિચારતા કે સંપૂર્ણ પણે દયા પાળનાર અને સત્યને સંપૂર્ણ પણે જાણનાર, કેવળ નિઃસ્વાથી જિનેવર દેવ જૂઠો ઉપદેશ શા માટે કરે? શું વીતરાગ પ્રભુને પોતાને મત ચલાવવાનું અભિમાન હતું ? શું તેમને પક્ષ હતો, કે જેથી જઠી પ્રરૂપણ કરે ? સુજ્ઞ વિચારકને શાસ્ત્રની વાત સમજમાં ન આવે તો પોતાની બુદ્ધિની મંદતા સમજવી. શ્રી તીર્થકર પ્રભુ કે ગીતાર્થ આચાર્યનો જરા પણ દોષ કાઢવો નહિ.
જ્યારે જ્યારે જ્ઞાની આચાર્યને જેગ મળે ત્યારે ત્યારે શંકાઓનું સમાધાન કરવું, છતાં શંકા રહી જાય તે જ્ઞાનાવરણીય તથા દર્શન–મોહનીય કર્મનો ઉદય જાણ કેવળીનાં વચનને સત્ય માનવું. સમુદ્રમાનું પાણી લેટામાં શી રીતે સમાય ?
તે પ્રમાણે અનંતજ્ઞાની મહારાજનાં વચને અલ્પજ્ઞ અને છઘસ્થની સમજમાં પૂર્ણ પણે ક્યાંથી આવે ? એ પ્રમાણે વિચારણા કરી સાંશયિક મિથ્યાત્વનો ત્યાગ કરે.
૫. અનામેગ મિથ્યાત્વ અનાગ મિથ્યાત્વ, અણસમજથી, અજ્ઞાનપણથી તથા ભેળપણથી લાગે છે. એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગ્રીપંચેન્દ્રિય આ સર્વજીને તે આ મિથ્યવનિરંતર હોય છે. બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવે ને મન ન હોવાથી કેઈ પ્રકારનું ભાન