________________
પ્રકરણ ૩ જુ: મિથ્યાત્વ
પ૦૯ઘણું મહાત્માઓ, નિજ–આત્માની અને પર–આત્માની સર્વથા દયા પણ પાળવામાં સમર્થ, હાલ વિરાજે છે અને એવી જ દયા પાળે છે.
પ્રશ્ન–પંચ મહાવ્રતધારી સાધુ આહાર વિહાર વગેરે અનેક કર્તવ્ય કરે છે તેમાં હિંસા નહિ થતી હોય ?
સમાધાન–આહાર વિહારાદિ કર્તવ્યમાં ઉપયોગ રાખવા છતાં અકસ્માત રીતે હિંસા થાય છે પણ તેથી પાપકર્મ બંધ થતો નથી.
શ્રી જિનેશ્વર દેવે ફરમાવ્યું છે કે – વચં વરે, વચે રિટે, જય મારે, જયં जय भुजता भासतो, पाक् कम्मं न बधई ॥
જતનાથી ઈર્ષા સમિતિ સહિત ચાલવાથી, જતનાથી ઊભા રહેવાથી, જતનાથી શયન કરવાથી, જતનાથી ભોજન કરવાથી અને જતનાથી (ભાષા સમિતિ સહિત) બોલવાથી પાપકર્મનો બંધ પડતો નથી. એ ફરમાન પ્રમાણે પંચ મહાવ્રતધારી મુનિએ સર્વે કામ જતનાપૂર્વક કરે છે તેથી પાપકર્મને બંધ પડતો નથી, છઘસ્થપણાને લીધે યોગથી ચૂકી જતાં હિંસા થાય પોતે પશ્ચાતાપ સાથે પ્રાયશ્ચિત્ત (દંડ) લઈને શુદ્ધ થાય છે. આથી કરી મુનિ મહારાજ સર્વથા અહિંસાવ્રતધારી કહેવાય છે.
પ્રશ્ન–સાધુ તે સર્વથા દયા પાળી શકે, પણ અમે તે ગૃહસ્થ છીએ. તેથી અમારાથી એવી સંપૂર્ણ દયા શી રીતે પળે?
સમાધાન–તમારું કહેવું સત્ય છે. ગૃહસ્થપણાની સ્થિતિમાં સંપૂર્ણ દયા પાળવી ઘણું જ મુશ્કેલ છે. છતાં પોતાનાથી જેટલી પળે તેટલી દયા અવશ્ય પાળવી. અને જે જે હિંસા પિતાથી થાય તેને હિંસા સમજી તેને પશ્ચાત્તાપ અવશ્ય કરવો. બને ત્યાં લગી દિનપ્રતિદિન મર્યાદા કરી હિંસા કમી કરવી, હિંસાને સર્વથા ત્યાગ કરવાના અભિલાષી રહેવું. સર્વથા હિંસા ત્યાગનાર મહા પુરુષના ગુણ ગ્રામ કરવા અને અવસર પર પોતે સર્વથા હિંસા છોડી મુનિપદ ધારણ