________________
૫૦૭ :
પ્રકરણ ૩ જુ : મિયાત્વ કર કે જે એક મહાન અને સર્વમાન્ય વસ્તુને આધારે બધા ધર્મો ચાલે છે, અને જે તે બધા ધર્મવાળાએ ઉત્તમ માની છે તે વરતુ સંપૂર્ણ પણે જેમાં હોય તે ધર્મ સર્વ ધર્મોથી સાચો ગણવો જોઈએ. એવી મહા પવિત્ર, માંગલિક અને વંદનિક વસ્તુ કઈ છે અને તેનું નામ શું છે? એ મહાન વસ્તુનું નામ દયા ૪ છે. દિંર પર ધમઃ છે એવી ભગવતી દયા માતા જે ધર્મમાં સર્વાશે વિરાજતી હોય તે ધર્મ સાચે અને બીજા સર્વે કપોળકલિપત માનવા.
શકા –ધર્મની સચ્ચાઈ માટે એક દયાનું નામ લીધું, તે સત્ય, શીલ, સંતોષ, ક્ષમા, વગેરે કેમ ન ગણાય ?
સમાધાન-અહો ભાઈસર્વ ગુણનો એ દયા માતામાં સમાવેશ થઈ જાય છે. દયા અનેક પ્રકારની છે.
(૧) સ્વદયા–પોતાના આત્માની સંસાર ભ્રમણામાંથી બચીને દયા પાળવી તે. ખાનપાન, ભેગવિલાસ કરી આત્માને પુદગલાનંદમાં ગરકાવ કરી સુખી થવું તે ખરી સ્વદયા નથી. પુગળનો આનંદ એ ખરું સુખ નથી; એ તે માત્ર માની લીધેલું સુખ છે. એવા ભોગવિલાસમાં રચ્યા પચ્યા રહેવાથી અને પાપપુણ્ય વગેરેના વિચાર વગર જિંદગી પૂર્ણ કરવાથી તેનું પરિણામ મહા દુઃખદાતા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ! મત્ત| વાઢયુ વળી અનાથાળ દુ મેTT ll અર્થાત્ –કામ (શબ્દ ને રૂ૫) ભાગ (રસ, ગંધ ને સ્પર્શી અપથ્ય આહારની પેઠે ક્ષણ માત્ર સુખ આપનાર અને અનંતકાળ લગી દુઃખ દેનાર અને મહા અનર્થની ખાણ છે. જે ચીજ કિંચિત્ માત્ર સુખ આપે અને ઘણા વખત લગી દુઃખ આપે, જે ઉપરથી સુખ આપતી લાગે અને અંતે દુખના નિવાસરૂપે હોય અને જે ખરા સુખની પ્રાપ્તિમાં અંતરાયરૂપ હોય તેને સુખકારક કેમ કહેવાય ? કદી ન કહેવાય. લેક–ચોદ: સર્વભૂતેષુ, મા મનમાં શિT !
अनुग्रहश्च दान च, सतां धर्म : सनातन ॥ અર્થ:-- મન, વચન અને કાયાથી પ્રાણી માત્રને દ્રોહ ન કરવો, સર્વ પ્રાણી પર અનુગ્રહ (દયા) રાખવો અને દાન એ જ સનાતન ધર્મ છે.