________________
૫ ૦૫
પ્રકરણ ૩ જુઃ મિથ્યાત્વ સત્યાસત્યનો નિર્ણય પણ ન કરે, હઠાગ્રહી બની પોતે માનેલા તથા રૂઢિથી ચાલ્યા આવતા માર્ગમાં મગ્ન રહે. તેવાઓને કઈ સત્ય ધર્મની સમજણ આપે તે કહે કે, અમારા બાપદાદાને ધર્મ અમે શી રીતે છોડીએ? ખરી રીતે તે બાપદાદાની ધર્મ પરંપરાને જેવી રીતે વળગી રહે છે તેવી રીતે સંસારની બીજી બાબતમાં વળગી રહેતો નથી, એમ જરા વિચાર કરતાં તરત જણાશે. જેમકે–બાપદાદા કદી આંધળા, બહેરા, ભૂલાં, લંગડા હોય તે આપણે, આંખ, કાન ફાડી, હાથ પગ તોડી તેવા થઈ જવું જોઈએ કે નહિ ? બાપદાદા નિર્ધન હોય અને આપણને ધન પ્રાપ્ત થયું હોય તો તે ધનને ફેંકી દઈ નિર્ધન બનવું જોઈએ કે નહિ?
જે સત્ય ધર્મને અંગીકાર કરવામાં બાપદાદાની પરંપરાને ન છોડે તે આ બાબતમાં પણ બાપદાદા જેવા થવું જોઈએ, પણ તેમ તે કેઈ કરતા નથી, ફક્ત ધર્મની બાબતમાં જ બાપદાદાને નાહક વચમાં લાવે છે અને મિથ્યામત-મિથ્યાધર્મનો ત્યાગ કરતા નથી.
કેટલાક વળી એમ કહે છે કે, અમારા ધર્મમાં મેટા મેટા વિદ્વાન, ધનવાન અને સત્તાવાન લેકે છે, તે બધા શું મૂખ છે? પણ એવો વિચાર ન કરે કે મોટા મોટા વિદ્વાન, ધનવાન અને સત્તાધારી લોકો જાણીબૂઝીને નાદાન બની, બેઆબરૂ બની શરાબ પીએ છે તેનું કેમ? તે વખતે તેઓ મૂખ નથી તે શું છે?
ખરી વાત તો એ છે કે, મોહનીય કર્મની શક્તિ ઘણી પ્રબળ છે. એ શક્તિના પ્રતાપથી ખરા ધર્મની પરીક્ષા થઈ શકતી નથી. મેહરૂપી મદિરાના નશામાં બધું વિપરીત ભાસે છે. ચેતન, મેહને વશ થઈ ઘર્મના નામે પણ પાપ કરવામાં અતિ આનંદ માને છે.
આત્માને પાપકર્મની પિછાન અનાદિ કાળથી છે તેથી તે વગર શીખવ્યું તેને આવડી જાય છે. જુઓ, બાળકને ગર્ભાશયથી બહાર નીકળતી વખતે તરત રોવાનું અને દુધ પીવાનું તેમ જ મોટા થયા પછી સ્ત્રીની સાથે ક્રિડા કરવાનું કેણ શીખવે છે? અનાદિ કાળથી આત્મા એવાં કામ અનંતીવાર કરીને આવ્યું છે. એ અનુભવને લીધે તેને વગર