________________
પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ
૪૯ ૯. મેક્ષ તત્વ–(૧) પ્રત્યક્ષ પ્રમાણે—તીર્થકર કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનનું અસ્તિત્વ કેવળીને પ્રત્યક્ષ છે. મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યને કેવળી ભગવાનનું અસ્તિત્વ પ્રત્યક્ષ છે, તે પ્રત્યક્ષ પ્રમાણ રત્નત્રયની આરાધનાથી સમતા રસ (શાંતરસ)નો અનુભવ થાય તે મેક્ષના સુખની વાનકી સ્વ–પ્રત્યક્ષ છે. (૨) અનુમાન પ્રમાણુ–સદ્દધર્મના. અસ્તિવથી અનુમાન થાય છે કે મોક્ષ છે. આત્માના અનુભવથી સુખ ઉપજે છે તે ઉપરથી અનુમાન થાય છે કે સંપૂર્ણ શુદ્ધ અને નિરાવલંબી આત્મા અનંત સુખ ભેળવે છે તે જ મોક્ષતત્વ છે. (૩) ઉપમા પ્રમાણ– જેમ બળેલા બીને વાવતાં અંકુર ન ફૂટે તેમ મોક્ષના અને કર્માકુર ન ફૂટે. જેમ અગ્નિમાં ઘી નાંખવાથી તે સતેજ થાય તેમ વીતરાગભાવે જીવોને જ્ઞાનાદિ ગુણો આવી જાય ત્યારે કર્મ ક્ષય થાય અને શુદ્ધ આત્મા પ્રગટ થાય. (૪) આગમપ્રમાણ-જેમ જેમ આગમમાં કહેલી. પ્રકૃતિએ ૪ થી ૧૪ ગુણસ્થાન સુધીમાં ખપાવે ત્યારે જીવ મેક્ષ જાય
ચૌદ ગુણસ્થાનોના કમ મુજબ એ ગુણો પ્રગટે છે. અહીં તે સંક્ષેપથી બતાવે છે.
૧. મિથ્યાત્વ ગુણસ્થાનક–અનાદિથી મિથ્યાત્વ ગુણસ્થાનકે પ્રવર્તત જીવ શ્રી વીતરાગ પ્રભુની વાણીથી ઓછું, અધિક, વિપરીત સદેહે, પ્રરૂપે અને સ્પશે અને તેના પરિણામે ૪. ગતિ, ૨૪ દંડક અને ૮૪ લાખ જીવનિમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતાનંત. પુદગળપરાવર્તન કર્યા.
૨. સાસ્વાદન ગુણસ્થાનક–દર્શન મેહનીયના ક્ષપોપશમે કરી સમકિત પ્રાપ્ત કર્યું પણ પુનઃ તે જ પ્રકૃતિઓ ઉદયમાન થતાં સમકિતથી પતન થયું. આ પતન થતી વખતે જેમ વૃક્ષથી તુટેલું ફળ પૃથ્વી પર પડયું નથી, વચ્ચમાં છે ત્યાં સુધી સાસ્વાદન ગુણ સ્થાનક રહે છે. જેમ કે પુરુષે ખીરખાંડનું ભજન કર્યું, પછી વમી નાખ્યું, વમતી વખતે પણ કંઈક સ્વાદ રહી જાય તે સમાન સાસ્વાદન. આ જીવ કૃષ્ણપક્ષી મટી શુકલ પક્ષી થઈને દેશે ઊણું અર્ધ પુદગળપરાવર્તનમાં સંસારનો પાર પામશે.
૩૨