________________
૪૯૮
જૈન તત્વ પ્રકાશ ૩. મિશ્રગુણસ્થાનક–તે મિથ્યાત્વી જીવ સમ્યફ વાભિમુખ થયે પણ સમકિત પામે નહિ. જેમ શિખંડ ખાવાથી કંઈક ખાટો અને કંઈક મીઠે લાગે તેમ ખટાશ સમાન મિથ્યાત્વ અને મીઠાશ સમાન સમ્યકૃત્વ, એમ મિશ્રપણું હોય છે. આ જીવ સર્વ ધર્મ સરખા માને છે, કારણ કે તેને સૂક્ષમતા તારવતા આવડતી નથી. આ જીવ દશે ઉણ અર્ધ પુદગલપરાવર્તનમાં સંસારને પાર પામે.
૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વર્તતે જીવ અનંતાનુબંધી ૪ કષાય તથા દર્શન મેહનીયની ૩ પ્રકૃતિ એ સાતનો ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષય કરી સુદેવ, સુગુરુ, સુધર્મ પર શ્રધ્ધા આણે. સાધુ આદિ ચારે તીર્થનો ઉપાસક બને. જે પૂર્વે આયુષ્યને બંધ પડયે ન હોય તે ૧. નરકગતિ, ૨. તિર્યંચગતિ, ૩. ભવનપતિ, ૪. વાણુવ્યંતર, ૫. જ્યોતિષી, ૬. સ્ત્રીવેદ અને, ૭, નપુંસકવેદ એ સાત બોલનું આયુષ્ય ન બાંધે અર્થાત્ એ સાત બોલમાં ઊપજે નહીં. કદાચિત આયુબંધ પડી ગયા હોય તે તે ભોગવી પછી ઉચ્ચ ગતિને પામે છે.
૫. દેશવિરતિ ગુણસ્થાનક–પૂર્વોક્ત ૭ પ્રકૃતિને ક્ષયે પશમ, ઉપશમ કે ક્ષય કરે અને અપ્રત્યાખ્યાનાવરણીયના ચેકનો ક્ષયે પશમ કરે, પ્રકૃતિઓને ક્ષપશમ આદિ કરીને શ્રાવકનાં ૧૨ વ્રત, ૧૧ પ્રતિમા (પ્રતિજ્ઞા), નવકારશી આદિ છમાસી તપ ઈત્યાદિ ધર્મ કિયામાં યથાશક્તિ ઉદ્યકત રહે, તે જીવ જે પડિવાઈ ન થાય તે જઘન્ય ત્રીજે ભ, ઉત્કૃષ્ટ ૧૫ ભવે મેક્ષ જાય.
દ. પ્રમત્ત સંયતિ ગુણસ્થાનક–પૂર્વોકત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણય કષાયનો ચિક એ ૧૫ પ્રકૃતિના ક્ષપશમાદિ કરી સાધુ બને, પરંતુ દષ્ટિચપળ, ભાવચપળ, ભાષાચપળ અને કષાયચપળ એ ચારેની ચપળતાને લીધે પ્રમાઢ રહે અને શુદ્ધ સાધુવ્રતનું પાલન કરી ન શકે, તે જીવ જઘન્ય ત્રીજે ભવે, ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષે જાય.