________________
૫૦૦
જૈન તત્ત્વ પ્રકાશ
૧૦ સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનક-પૂર્વોકત ૨૭ પ્રકૃતિ અને સંજવલનનો લોભ એ ૨૮ પ્રકૃતિને ઉપશમાવે તે ઉપશમશ્રણ કરે. અને ખપાવે તે ક્ષપકશ્રણ કરે. આ જીવ અવ્યાહ, અવિભ્રમ, શાન્તિસ્વરૂપ, જઘન્ય તે જ ભવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય.
૧૧. ઉપશાંત મેહનીય ગુણસ્થાન–મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને રાખમાં ભારેલા અગ્નિની પેઠે ઉપશમાવે, તેને યથાખ્યાત ચારિત્ર હોય. અહીં જે કાળ કરે તો અનુત્તર વિમાનમાં ઉપજે. ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જાય. અને જે ઉપશમાવેલ સંજવલન લોભને ઉદય થાય (વાયુથી રાખ ઊડે અને ભારેલા અગ્નિ પ્રજવલે તેમ) તે પાછો પડી દસમે નવમે ગુણસ્થાનકે થઈ આઠમે આવે, ત્યાં સાવધાન થઈ જે પાછો ક્ષપકશ્રણ કરે છે તે જ ભવમાં મેક્ષ જાય. તેમ નહિ તે ચોથે આવી કઈ જીવ સમકિતી રહે, તે પણ ત્રીજે ભવે મેક્ષ પ્રાપ્ત કરે છે. અને જે કર્મસંગે પહેલે ગુણસ્થાનકે આવી જાય તે દેશે ઉણુ અર્ધ પુદગળ પરાવર્તનમાં મેક્ષ પામે છે.
૧૨ક્ષીણુ મેહનીય ગુણસ્થાનક-મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને સર્વથા પ્રકારે ખપાવેલી હોવાથી (પાણીથી અગ્નિ બુઝાવે તેમ) અહીં ૨૧ ગુણ પ્રગટે છે, જેમ કે-૧. ક્ષપકશ્રેણી, ૨. ક્ષાયિકભાવ, ૩, ક્ષાયિક સમ્યકત્વ, ૪, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ૫. કરણસત્ય, ૬. ભાવસત્ય, ૭. ગસત્ય, ૮. અમાયી, ૯. અકષાયી, ૧૦. વીતરાગી ૧૧. ભાવનિર્ચથ, ૧૨. સંપૂર્ણ સંવુડ, ૧૩. સંપૂર્ણ ભાવિતાત્મા, ૧૪. મહાતપસ્વી, ૧૫. મહાસુશીલ, ૧૬. અહી, ૧૭. અવિકારી ૧૮. મહાજ્ઞાની, ૧૯. મહાધ્યાની, ૨૦. વિદ્ધમાન પરિણામી, ૨૧. અપ્રતિપાતી. એ ૨૧ ગુણોને પ્રાપ્ત કરી અંતર્મુહુર્તમાં પ જ્ઞાનાવરgય, ૯ દર્શનાવરણીય અને ૫ અંતરાય કર્મ એ ત્રણે કર્મની ૧૯ પ્રકૃતિને ખપાવે છે અને તત્કાલ ૧૩ મું સગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
આ જીવ કેવળજ્ઞાન, કેવળદર્શન સમ્પન્ન, સગી, સશરીરી, સલેશી,શુક્લલેશી, યથાખ્યાતચારિત્રી, ક્ષાયિક સમ્યક્ત્વી, પંડિતવીર્યવંત,