________________
પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ
૫૦૧ શુક્લધ્યાનયુક્ત હોય છે. જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ દેશે ઊણું (૯ વર્ષ કમ) પૂર્વકોડ સુધી રહી પછી ૧૪મું અગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત કરે છે.
આ જીવ શુકલધ્યાનના ચોથા પાયાને ધ્યાતા, સમુચ્છિન્ન કિયા અનંતર, અપ્રતિપાતી અનિવૃત્તિ ધ્યાતા થઈ, મન, વચન અને કાયા એ ત્રણે યેગોને નિગ્રહ કરી, શ્વાસોશ્વાસનું નિર્ધન કરે છે. આ પ્રમાણે અગી કેવળી બની રૂપાતીત (સિદ્ધસ્વરૂ૫) આત્માના અનુભવમાં અત્યંત લીન થઈને શૈલેશી (સુદર્શન મેરુ પર્વત) સમાન નિશ્ચલ રહી બાકી રહેલાં વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોનો ક્ષય કરે છે. અને ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણે શરીરને છેડીને જેમ એરંડાનું બીજ બંધનમુક્ત થવાથી ઊછળે છે તેવી રીતે કર્મબંધનથી મુક્ત થયેલ જીવ મુક્તિ તરફ ગમન કરે છે. જેમ અગ્નિજવાલાને ઉર્ધ્વગમનને સ્વભાવ છે તેમ નિષ્કામી જીવન ઉર્ધ્વગમનને સ્વભાવ હોવાથી તે સમશ્રેણી જુગતિ, અન્ય આકાશપ્રદેશનું અવગાહન કર્યા વિના, વિગ્રહ ગતિ રહિત, એક સમય માત્રમાં મોક્ષસ્થાનને પ્રાપ્ત કરી અનંત, અક્ષય, અવ્યાબાધ, અનુપમ સુખને ભેતા બને છે તે આગમપ્રમાણ જાણવું. ને એ પ્રમાણે સાત નય, ચાર નિક્ષેપ, ચાર પ્રમાણ, ઇત્યાદિ અનેક રીતિ વડે નવ તત્વના સ્વરૂપનું સંપૂર્ણ જાણપણું હોવું તે સૂત્રધર્મ છે. વળી, આ સૂત્રધર્મના પેટામાં દ્વાદશાંગી વાણી વગેરે સર્વે જ્ઞાનને સમાવેશ થાય છે. એ જ્ઞાનને કઈ પાર પામી શકે નહિ. પણ તેમાંથી યથાશક્તિ પ્રાપ્ત કરી લેવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે.
શાસ્ત્રજ્ઞાન અનંત છે, વિદ્યાઓ ઘણું છે પરંતુ મનુષ્યનું આયુષ્ય અલ્પ છે અને વિને અનેક છે, માટે જેમ હંસ પાણીને છોડીને દૂધને ગ્રહણ કરે છે તેમ વિવેકી પુરુષે સર્વમાંથી સાર ગ્રહણ કરી લેવો જોઈએ.
શાસ્ત્રજ્ઞાન અનેક શંકાઓને છેદ કરનાર, મોક્ષમાર્ગદર્શક અને સર્વ જીવોના નેત્રરૂપ છે. શાસ્ત્રજ્ઞાનરૂપ નેત્ર જેમને નથી તે અંધ સમાન છે.