________________
૪૯૨
જૈન તત્ત્વ પ્રકાશ દૂધમાં જેમ ઘી છે, અને અગ્નિમાં જેમ તે જ છે તેમ શરીરમાં વ્યાપી રહેલે તે જીવ છે. (૪) આગમ પ્રમાણથી–નીચેની ગાથા પ્રમાણે. ગાથા-“મા બાપ નીવો, શક્ય છત્તા નીવ ટુચાળવો
अरुवी णिच अणाइ, एय जीवस्स लक्खणं ॥
અર્થ–શુભાશુભ કર્મોને કર્તા, ભક્તા અને વિનાશક તે જીવ. તે અરૂપી અને શાશ્વત છે ઈત્યાદિ શાસ્ત્રીય પ્રમાણથી જીવનું સ્વરૂપ સિદ્ધ કરવામાં આવે તે આગમ પ્રમાણ.
૨. અજીવ તત્વ–(૧) પ્રત્યક્ષ પ્રમાણથી – જલક્ષણવાળું, જીવનું પ્રતિપક્ષી, પુગળઆશ્રી વર્ણાદિ પર્યાયે જાણું શકાય એવું અને મળવા વીખરાવવાના સ્વભાવવાળું તત્ત્વ . (૨) અનુમાન પ્રમાણથી-નવા જૂનાપણું કરે. પર્યાય બદલે તેથી કાળનું અનુમાન થાય છે. જીવની ગતિ સ્થિતિ, વિકાસ, વગેરેમાં સહાયક ઈત્યાદિ અનુમાનથી પિછાણે તે; જેમ કે જીવને સકંપ દેખીને અનુમાનથી જાણે કે એ ધર્માસ્તિકાયના સ્વભાવથી છે. અકંપ દેખીને જાણે કે એ અધર્માસ્તિકાયના સ્વભાવથી છે. દૂધથી પૂર્ણ ભરેલા પ્યાલામાં ખાંડ સમાઈ જાય તે દેખીને અનુમાનથી જાણે કે પુદગલને સમાવવાને આકાશાસ્તિકાયને સ્વભાવ છે અને પુદ્ગળને મળવાનું અને વીખરવાને સ્વભાવ છે, વગેરે (૩) ઉપમા પ્રમાણથી-જેમ ઇંદ્રધનુષ્ય અને સંધ્યાને વાન બદલાઈ જાય તેમ પર્યાયે બદલે. જેમ પીપળાનું પાન, કુંજરને કાન, સંધ્યાને ભાણ ચંચળ છે તેમ પુદ્ગલોને સ્વભાવ ચંચળ છે, વગેરે ઉપમાથી પુગળ અજીવને ઓળખે. (૪) આગમ પ્રમાણથી શ્રી ભગવતીસૂત્રના ૨૦મા શતકમાં પુદ્ગલપર્યાયને ઘણે વિસ્તાર છે. ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણનું એક એક દ્રવ્ય સ્કંધ, દેશ, પ્રદેશમય છે.
પ્રત્યેક પ્રદેશની અનેક પર્યાય છે. કારણ કે અનંત જીવ અને પુગલેની ગતિ, સ્થિતિ અને અવગાહનમાં તે સહાયક થઈ રહ્યા છે. તેવી જ રીતે કાલદ્રવ્ય, વસ્તુને નવી પુરાણું બનાવવામાં સહાયક છે.
આ ચારે દ્રવ્ય અનાદિ, અનંત, અરૂપી, અચેતન છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશ છે, આકાશ અનંત પ્રદેશી છે, કાલ અપ્રદેશ છે. અને પુદ્ગલદ્રવ્ય પરમાણુંથી સ્કંધપર્યત પ્રવર્તક છે.