________________
જૈન તત્ત્વ પ્રકાશ્યુ
રૂપિયાને જાણે. મારવાડના એક ધારીને જોવાથી તેના જેવા ઘણા ધારી (બળદ)ને પિછાણે, દેશાંતરના કોઇ એક મનુષ્યને જોઈ તેના જેવા ઘણા મનુષ્યાને જાણે. એક સમષ્ટિને જોવાથી તેના જેવા ઘણા સમષ્ટિને જાણે, ઈત્યાદિ પ્રકારથી જાણે તે સામાન્ય અને, ૨, વિશેષ–જેમ કેઇ વિચક્ષણ સાધુજીએ વિહાર કરતાં રસ્તામાં ઘણું ઘાસ ઊગેલું જોયું, પાણીનાં નવાણુ ભરેલાં જોયાં, ખાગ બગીચા લીલાછમ જોયા. તેથી જાણે કે અહીં ભૂતકાળમાં વૃષ્ટિ ઘણી થઈ હતી. આગળ જતાં જોયું તા ગામ નાનું. ગામમાં શ્રાવકનાં ઘર થાડાં, શ્રાવકના ઘરમાં સપત્તિ પણ ઘેાડી, પણ શ્રાવક શ્રાવિકા ઘણાં જ ભક્તિવંત, ઉદાર પરિણામી, ઉત્કૃષ્ટ ભાવથી દાન દેવાવાળાં, ત્યારે અનુમાનથી જાણ્યું કે અહીં વર્તમાનકાળમાં આ શ્રાત્રનું કઇંક ભલુ થવાનુ છે. વળી આગળ ચાલ્યા. જુએ છે તે પહાડ પતા મનોહર, હવા ઘણી જ સારી, તારા ઘણા ખરે નહિ. ગામમાંની તથા બહારની જમીન રળિયામણી લાગે ત્યારે સમજે કે આવતા કાળમાં આ જગ્યાએ કંઈક સારું થવાનું. જણાય છે. એ પ્રમાણે ત્રણ કાળની સારી સ્થિતિ જાણે. એ પ્રમાણે કોઈ મુનિરાજ વિહાર કરતાં કરતાં, રસ્તામાં ખડ વગરની ભૂમિ દેખે. માગ બગીચા સુકાઈ ગયેલા દેખે, કૂવા વગેરે નવાણુ નિળ દેખે. ત્યારે સમજે કે ભૂતકાળમાં અહીં વરસાદ થાડો થયા છે. આગળ ચાલતાં ગામમાં ગયા, તેા ગામ મોટું, શ્રાવકોનાં ઘર ઘણાં, ઘરમાં સપત્તિ ઘણી, પણ શ્રાવક વિનયરહિત, અભિમાની, લેાભી, દાન દેવાના ભાવ વિનાના, ત્યારે સમજે કે વર્તમાનકાળમાં અહીં કઇંક ખરાબ થવાનુ જણાય છે; વળી આગળ ચાલ્યા તા પહાડ પતે અમનેાજ્ઞ (નાપસંદ), હવા ઘણી ખરાબ, ગામની બહાર તથા અંદર ખાવા ધાય તેવું, ધરતી બહુ જ ધ્રુજે, તારા બહુ ખરે, વીજળી બહુ ચમકે ત્યારે એમ સમજે કે આવતા કાળમાં અહી' કઈક અશુભ થવાનુ જણાય. છે. એમ દૃષ્ટિથી જોઈને ત્રણે કાળના જ્ઞાતા થાય તે વિશેષ.
૪૯૦
(૩) ‘આગમ પ્રમાણ' તે આપ્ત પુરુષ દ્વારા કથિત શાસ્ત્રાથી પદાર્થનું જ્ઞાન થાય તે.