________________
૪૮૯
પ્રકરણ ૨ જું ઃ સૂત્ર ધર્મ પર્યાપ્તા, સમ્યગ્દષ્ટિ, સંપતિ, અપ્રમાદી, અવેદી, અકષાયી, ચાર ઘાતિકર્મવિનાશક, ૧૩માં ગુણસ્થાનકવતીને જ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાનમાં સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ હસ્તામલકત પ્રકાશિત થાય છે. આ જ્ઞાન અપ્રતિપાતી હોય છે. અર્થાત કેવળજ્ઞાન પ્રકટ થયા પછી જઘન્ય અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટ ૮ વર્ષ કમ ક્રોડ પૂર્વમાં અવશ્ય મેક્ષ પ્રાપ્તિ થાય છે.
(૨) અનુમાન પ્રમાણ—અનુમાનથી વસ્તુનું જ્ઞાન થાય, તેના ત્રણ પ્રકારઃ ૧ પૂવૅ, ૨ સે સવૅ, ૩ દિઠ્ઠી સામ.
(૧) પૂવૅ તે કેઈને પુત્ર બાલ્યાવસ્થામાં પરદેશ ગયે અને યુવાન થઈ પાછા આવ્યા ત્યારે તેની માતા તેની દેહાકૃતિ, વર્ણ, તિલ, મસાદિ પૂર્વના પ્રમાણેએ કરી તેને પિછાણે તે. (૨) સે સવં. તેના પર ભેદ; ૧. કજેણું, ૨. કારણેણં, ૩. ગુણેણં, ૪. અવયવયાણ, પ. આસરેણું. તેમાં ૧. કજોણું, તે જેમ મેરને કેકારવથી, હાથીને ગુલ– ગુલાટ શબ્દથી, ઘોડાને હણહણવાથી ઈત્યાદિ કાર્યથી પિછાણે તે કજેણું. ૨. કારણેણં તે વસ્ત્રનું કારણ તંતુ પણ તંતુનું કારણ વસ્ત્ર નહિ. ગંજીનું કારણ ઘાસ, પણ ઘાસનું કારણ ગંજી નહિ. જેટલીનું કારણ લેટ પણ લેટનું કારણ રોટલી નહિ, ઘડાનું કારણ માટી પણ માટીનું કારણ ઘડો નહિ. મુક્તિનું કારણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, પણ જ્ઞાનાદિનું કારણ મુક્તિ નહિ. ઈત્યાદિ કારણથી વસ્તુને પિછાણે તે કારણેણં, ૩. ગુણણું, તે નિમકમાં રસ ગુણ, ફૂલમાં ગંધ ગુણ, સુવર્ણમાં કોટી ગુણ, ઇત્યાદિ ગુણે કરી વસ્તુ પિછાણે તે ગુણેણં, ૪. અવયવયાણું–તે શિંગડાથી ભેંસને, કલગીથી કૂકડાને, દાંતથી સુવરને નખથી વાઘને, કેશવાળીથી કેસરી સિંહને, સૂંઢથી હાથીને, શસ્ત્રથી સુભટને, કાવ્યાલંકારથી કવિને, એક દાણે દબાવી પકાવેલાં ધાન્યને પિછાણે ઈત્યાદિ અવયવે કરી પિછાણવું તે અવયવયાણું અને, પ. આસરેણું ધુમ્રથી અગ્નિને, વાદળથી મેઘને, બગલાથી જલાશયને અને ઉત્તમ આચરણથી ઉત્તમ પુરુષને પિછાણે તે આસરેણું.
(૩) દિઠ્ઠી સામ. તેના બે પ્રકાર–૧. સામાન્ય, ૨. વિશેષ, તેમાં સામાન્ય તે જેમ એક રૂપિયાને લેવાથી તેના જેવા ઘણા