________________
પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્મ
૪૮૭ ૪. બાહ્યાવ્યંતર દ્વાર-નારકી અને દેવતાને અત્યંતર અવધિજ્ઞાન હોય છે. તિર્યંચને બાહ્ય અવધિજ્ઞાન હોય છે. અને મનુષ્યને બાહ્યાત્યંતર બન્ને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે.
૫. અનુગામી અનનુગામીદ્વાર-નારકી દેવતાને અનુગામી (સાથે આવે તેવું) જ્ઞાન હોય છે. અને મનુષ્ય તિર્યંચને અનુગામી તથા અનનુગામી (જ્યાં ઉત્પન્ન થયું ત્યાં જ હોય તેવું) બંને પ્રકારનું જ્ઞાન હોય છે.
૬. દેશથી સર્વથી દ્વાર–નારકી, દેવતા અને તિર્યંચને દેશથી (અપૂર્ણ) અવધિજ્ઞાન થાય છે, અને મનુષ્યને દેશથી તથા સર્વથી (પૂર્ણ) બન્ને પ્રકારનું અવધિજ્ઞાન થાય છે.
૭. હાયમાન વદ્ધમાન અવડ્ડિયા દ્વાર–ઉત્પન્ન થયા બાદ ઘટતું જાય તે હીયમાન, વધતું જાય તે વમાન અને ઉત્પન્ન થતી વખતે હોય તેટલું જ રહે તે અવસ્થિત. નારકી દેવતાને અવસ્થિત અવધિજ્ઞાન હોય છે અને મનુષ્ય તિર્યંચને ત્રણે પ્રકારનું હોય છે.
૮. પડિવાઈ અપડિવાઈ દ્વાર–ઉત્પન્ન થઈને ચાલ્યું જાય તે પ્રતિપાતી અને કાયમ રહે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન. નારકી દેવતાને અપ્રતિપાતી અવધિજ્ઞાન હોય છે. મનુષ્ય તિર્યંચને બંને પ્રકારનું હોય છે. ક્ષેત્ર દેખે તે એક આવલિકાના સંખ્યામાં ભાગની વાત જાણે, એક અંગૂલ ક્ષેત્ર દેખે તે આવલિકામાં કંઇક કમ કાળની વાત જાણે. પ્રત્યેક (૯) અંગૂલ ક્ષેત્ર દેખે તે પુરી આવલિકાને જાણે. એક હાથ દેખે તે અંતર્મુહૂર્નની વાત જાણે. એક ધનુષ્ય ક્ષેત્ર દેખે તે પ્રત્યેક (૯) મુહુર્ત જાણે, એક કોસ ક્ષેત્ર દેખે તે એક દિવસની વાત. જાણે. એક યોજન દેખે તે પ્રત્યેક દિવસની વાત જાણે. ૨૫ યોજન દેખે તે ૧ પક્ષમાં કંઈક કમની વાત જાણે. ભરત ક્ષેત્ર પૂર્ણ દેખે તે પૂર્ણ પક્ષની વાત જાણે. જંબુદ્રીપ દેખે તે ૧ મહિનાની જાણે. અઢી દ્વીપ દેખે તે ૧ વર્ષની જાણે. ૧૫મો રુચીપ દેખે તે પ્રત્યેક વર્ષની જાણે. સંખ્યાત દ્વીપ સમુદ્ર દેખે તે અસંખ્યાતા. કાળની વાત જાણે. પરમ અવધિજ્ઞાન ઊપજે તો લોકાલોક દેખે. અને અંતમું હૂર્તમાં કેવળજ્ઞાન થાય. અલકમાં અવધિજ્ઞાનથી દેખવા જેવું કશું નથી, પરંતુ અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ શકિત બતાવી છે.