________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૭૫ . (ઉભય કાલે આવરૂગા ઠવંતિ) બંને વખત પ્રતિક્રમણ કરનારા છે તેને લેકેત્તર દ્રવ્ય આવશ્યક કહે છે. તેઓ સાધુના વેષમાં છે ખરા, પણ સાધુના ગુણવાળા નથી.
૪. ભાવ નિક્ષેપ–જે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત કે પ્રવૃત્તિનિમિત્ત બરાબર ઘટતું હોય તે ભાવનિક્ષેપ (વસ્તુ નિજગુણ વસ્તુમાં હોય તેને ભાવ નિક્ષેપ કહે છે.) જીવને નિસગુણ, જે જ્ઞાન, દર્શન, વગેરે જીવમાં હોય, પુદગળ અજીવને નિસગુણ–વર્ણ, ગંધ, વગેરે અજીવમાં હોય તે તે ભાવ નિક્ષેપ ગણાય છે.
ભાવ નિક્ષેપના બે ભેદ છે, (૧) આગમથી ભાવ આવશ્યક–શુદ્ધ ઉપ સહિત એટલે ભાવાર્થ પર ઉપગ લગાડી એક ચિત્ત અને અંતઃકરણની રુચિપૂર્વક શાસ્ત્ર ભણે અને તેના ભાવ ભેદ સમજે તે. (૨) નોઆગમથી ભાવ આવશ્યક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સવાર સાંજ બંને વખત શુદ્ધ ઉગ સહિત પ્રતિક્રમણ કરે તે આગમથી ભાવ આવશ્યક ગુણ રૂપ છે અને આગામથી ભાવ આવશ્યક ગુણરૂપ છે.
એ ચાર નિક્ષેપમાંના પહેલા ત્રણ (નામ, રથાપના ને દ્રવ્ય) નિક્ષેપ ગુણરહિત નિરુપયેગી હોવાથી “અવલ્થ” એટલે અવતુ (નકામા) કહ્યા છે અને ચે ભાવનિક્ષેપ ગુણયુક્ત હોવાથી ઉપયોગી કહ્યો છે. એ ચારે નિક્ષેપનું વર્ણન શ્રી “અનુગદ્વાર” સૂત્રમાં છે.
નવ તત્વ પર ચાર નિક્ષેપ (૧) પહેલે જીવ તત્વ પર નિક્ષેપ-૧. નામ નિક્ષેપજીવ અથવા કોઈ વસ્તુનું જીવ’ એવું નામ રાખે તે નામ નિક્ષેપ. ૨. સ્થાપના-નિક્ષેપ-ચિત્ર, મૂર્તિ આદિની સ્થાપના કરે તે સ્થાપના નિક્ષેપ. ૩. દ્રવ્ય નિક્ષેપ-છ દ્રવ્યમાંથી જીવ જે દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે તે ૪. ભાવ નિક્ષેપ—ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષપશમ ભાવ, ક્ષાયિક ભાવ અને પરિણામિક ભાવ એ પાંચ ભાવમાં પ્રવર્તે તે*
* એ પાંચ ભાવની પ૩ પ્રકૃતિઓ છે. તેમાં ૧. ઉદયભાવની પ્રકૃતિ ૨૧ છે, ૪ ગતિની, ૬ વેશ્યાની, ૪ કષાયની, ૩ વેદની, ૧ અસિદ્ધની ૧ અન્નાણીની, ૧ અવ્રતીની અને ૧ મિથ્યાત્વની : કુલ મળી ૨૧.