________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૮૩ ૨૮૮૧૨૩૩૬ ભેદ મતિજ્ઞાનના થયા. આ ૩૩૬ ભેદ કૃતનિશ્ચિત (સાંભળ્યા વચનને અનુસારે મતિ વિસ્તરે તે કૃતનિશ્રિત) મતિજ્ઞાનના જાણવા.
હવે મતિજ્ઞાનને બીજો પ્રકાર અમૃતનિશ્રિત (તે નહીં સાંભળ્યું, નહીં જોયું, તે પણ તેમાં મતિ વિસ્તરે તે) મતિજ્ઞાન. તેના ચાર ભેદ તે ચાર પ્રકારની બુદ્ધિ (૧) ઔત્પાતિકી (કોઈ પ્રસંગ પર કાર્ય સિદ્ધ કરવામાં બુદ્ધિ એકાએક પ્રગટ થાય છે) (૨) વૈનાયિકી (ગુરુ આદિકની વિનય ભક્તિ કરવાથી પ્રાપ્તબુદ્ધિ) (૩) કાર્મિકી (તાં, લખતાં, ચીતરતાં, વણતાં, વાવતાં, આદિ અનેક શિલ્પકળાને અભ્યાસ કરતાં કુશળ થાય તે) અને, (૪) પરિણામિની (વય પરિણમે તેમ બુદ્ધિ પરિણમે તથા બહુસૂત્રી, સ્થવિર, પ્રત્યેકબુદ્ધ, વગેરેને આલેચન કરતાં બુદ્ધિની વૃદ્ધિ થાય તે) આ પ્રમાણે કૃતનિશ્રિતના ૩૩૬ અને અમૃતનિશ્રિતના ૪ ભેદ મળી ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થયા.
૨. શ્રતજ્ઞાન–સાંભળવાથી કે દેખવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન.
તેના ૧૪ ભેદ.
અક્ષરશ્રત. અ, ઈ. વગેરે સ્વર. અને ક, ખ, વગેરે વ્યંજન એ વડે જે જ્ઞાન થાય તે.
૨. અક્ષર શ્રત–તે અક્ષરના ઉચ્ચાર વગર ખાંસીથી, છીંકથી, હાથથી, નેત્રાદિની ચેષ્ટાથી જ્ઞાન પ્રાપ્ત થાય તે.
૩. સંજ્ઞીશ્રત–વિચારવું, નિર્ણય કરે, સમુચ્ચય અર્થ કરે, વિશેષ અર્થ કરે, અનુપ્રેક્ષા કરવી અને નિશ્ચય કરે આ છ બોલ સંજ્ઞી માં હોય છે. એ છ બેલથી સૂત્રાદિ ધારણ કરે.
૪. અસંજ્ઞી શ્રત-ઉક્ત છ બેલ રહિત પૂર્વાપર નિર્ણય રહિત ભણે, ભણવે, સાંભળે, સંભળાવે તે.