________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૮૧ નામ, જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત જે સામાન્ય જ્ઞાન હોય તે અવગ્રહ) ૨ ઈહા (અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયને વિશેષરૂપે નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે તે ઈહા.) ૩. અવાય (ઈહ દ્વારા ગ્રહણ કરેલા વિશેષને કંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે તે અવાય અથવા અપાય), ૪. ધારણ (અવાયરૂપ નિશ્ચય અમુક સમય ટકે, વળી લુપ્ત થાય છતાં આગળ ઉપર એગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે તે ધારણા.)
ઉપરના ચાર ભેદ પૈકી અવગ્રહના બે ભેદ છે. (૧) ચંજનાગ્રહ અને, અર્થાવગ્રહ.
વ્યંજનાવગ્રહ–વસ્તુની સાથે ઈન્દ્રિયેનો પ્રથમ સંગ તે વ્યંજનાવગ્રહ કઈ પણ ઈદ્રયથી દ્રવ્યનું સંપૂર્ણ જ્ઞાન ન થઈ શકે. પ્રત્યેક ઇન્દ્રિયથી દ્રવ્યના અમુક પર્યાયનું જ જ્ઞાન થાય છે. ચક્ષુ અને મન સિવાયની ચાર (તેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય) પ્રાયકારી ઇન્દ્રિયથી થતું જ્ઞાન પહેલાં વ્યંજનાવગ્રહથી થાય છે અને પછી અર્થાવગ્રહથી થાય છે.
* જેમ માટીના કોરા શરાવલામાં એક એક બુંદ પાણી નાખવાથી તે પાણી શોષાતાં જ્યારે બધા પ્રદેશ પૂર્ણ થઇ જાય છે, ત્યારે તેમાં પાણી ભરાતું જાય છે. તેવી જ રીતે નિદ્રાધીન મનુષ્યની ઈન્દ્રિયો દર્શનાવરણીયના ઉદયથી રૂક્ષ થઇ જાય છે. તેને અવાજ કરતાં શબ્દનાં પુગલો વડે તેન્દ્રિયના પ્રદેશ પૂર્ણ ભરાયા પછી તે શબ્દ ગ્રહણ કરે છે. આ “ અવગ્રહ’ થયો. પછી તે વિચારે છે કે, મને કોણ બોલાવે છે ? આમ વિચારવું તે “ઇહા'. પછી અમુક જ વ્યક્તિ મને બોલાવે છે એવો નિશ્ચય થાય તે “અવાય’ અને તે સાંભળેલા શબ્દોને ધારી રાખે અને ઘણા કાળ પછી પ્રસંગોપાત કહે કે આ એ જ વ્યકિતને અવાજ છે, કે જેણે મને તે દિવસે જગાડયો હતો, તે “ધારણા.” જેવી રીતે છેતેન્દ્રિયના અવગ્રહ ઈહા, અવાય અને ધારણા એ ચાર બોલ કહ્યા, તેવી જ રીતે ચક્ષુરિન્દ્રય. ધાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને મન ઉપર ચાર ચાર બેલ તે તે ઈન્દ્રિયન વિષય આશ્રયી જાણી લેવા.
૩૧