________________
૪૮૨
જૈન તત્ત્વ પ્રકાશ ' અર્થાવગ્રહ-મન અને ચક્ષુ એ બે અપ્રાપ્યકારી છે. તે દ્વારા થતું જ્ઞાન અર્થાવગ્રહથી જ થાય છે. તે દ્વારા વ્યંજનાવગ્રહ થતા જ નથી. આંખમાં નાખેલું કાજળ આંખ જોઈ શકતી નથી, પણ દૂરની વસ્તુને જોઈ શકે છે. અને મન પણ તેવા પ્રકારનું છે તેથી તે બન્ને વ્યંજનને વસ્તુના સંગની જરૂર હતી નથી. અર્થાવગ્રહ છએ ઈન્દ્રિયોને હેય છે.
મતિજ્ઞાનના ૨૮ ભેદ–પાંચ ઈન્દ્રિયે અને છડું મન. તેને અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એમ ચાર ભેદ દરેકના ગણતાં ૬૪=૪૪ થયા. તેમાં પ્રાપ્યકારી ચાર ઈન્દ્રિયેના ચાર ભેદ વ્યંજનાવગ્રહના થાય છે તે ભેળવતાં ૨૪+૪=૨૮ ભેદ થયા.
બીજી રીતે છે ઈન્દ્રિયેના ઈહા, અવાય અને ધારણા મળી ૧૮, છ ઇન્દ્રિયેના અર્થાવગ્રહ ૬ અને ચાર ઈન્દ્રિયેના વ્યંજનાવગ્રડ ૪ એમ કુલ મળી ૧૮+૬+૪=૨૮ ભેદ.
વિસ્તારથી મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થાય છે. ઉપર પ્રથમ શ્રેતેન્દ્રિયને અવગ્રહ કહ્યો તેના ૧૨ પ્રકાર છે. જેમાં અનેક પ્રકારના વાજિંત્ર વાગે છે અને અનેક મનુષ્ય સાંભળી રહ્યા છે પણ તેમાંથી મતિજ્ઞાન ક્ષપશમ પ્રમાણે-(૧) બહુ-કેઈ એક જ વખતે ઘણું શબ્દ ગ્રહણ કરે. (૨) અબહુતે કઈ થડા શબ્દ ગ્રહણ કરે. (૩) બહુવિધ-તે આ ઢેલ છે, આ ત્રાંસાં છે, વગેરે ભેદભાવ સહિત ગ્રહણ કરે. (૪) કેઈ ભેદભાવને સમજે નહિ. (૫) ક્ષિપ્ર-તે કઈ શીઘ્રતાથી સમજે. (૬) અક્ષિપ્ર–તે કેઈ વિલંબથી સમજે. (૭) સલિંગ-તે કઈ અનુમાનથી સમજે. (૮) અલિંગ–તે કઈ અનુમાન વિના સમજે (૯) સંદિગ્ધ–તે કેઈ શંકાયુક્ત સમજે. (૧૦) અસંદિગ્ધ–તે કઈ શંકારહિત સમજે. (૧૧) ધ્રુવ-તે કઈ એક જ વખતમાં બધું સમજી જાય. અને, (૧૨) અધુવતે કઈ વારંવાર જાણવાથી સમજે.
જેવી રીતે આ શ્રેતેન્દ્રિયના અવગ્રહના ૧૨ બોલ કહ્યા તેવી જ રીતે છેતેન્દ્રિયના ઇહાના ૧૨ બેલ એ પ્રમાણે જે ઉપર ૨૮ ભેદ કહ્યા છે તે દરેક બેલ ઉપર ૧૨૧૨ બેલ ઊતારવા, એ રીતે