________________
- ૪૭૮
જૈન તત્ત્વ પ્રકાશ વગણ જીવના પ્રદેશની સાથે પરિણમે છે. ૪. ભાવનિક્ષેપ તે પ્રકૃતિના ઉદયથી જીવ શોક, ભય વગેરે દુઃખ વેદે તે.
(૫) આશ્રવતત્વ ઉપર જ નિક્ષેપ–૧. નામ નિક્ષેપ છે કેઈનું “આશ્રવ એવું નામ દે તે ૨. સ્થાપના નિક્ષેપ તે અક્ષરાદિથી આશ્રવની સ્થાપના કરી બતાવે, ૩. દ્રવ્યનિક્ષેપ તે યુગેના કારણે કર્મ પુદ્ગળનું આત્મ પ્રદેશમાં આગમન તે દ્રવ્ય આશ્રવ. ભાવનિક્ષેપ તે મિથ્યાત્વ વગેરેની પ્રકૃતિએને ઉદય થઈ જવના પ્રદેશ પર પરિણમે અને રાગદ્વેષરૂપી ભાવ ઊપજે તે ભાવ આશ્રવ.
(૬) સંવરતત્વ ઉપર જ નિક્ષેપ-૧. નામનિક્ષેપ તે કેઈનું સંવર એવું નામ દે તે ૨. સ્થાપના નિક્ષેપ તે અક્ષરાદિ સ્થાપે તે. ૩. દ્રવ્યનિક્ષેપ તે સમ્યક્ત્વ, વ્રતાદિ ધારણ કરી આત્મામાં કર્મ પુદ્ગળ આવતાં કે તે ૪. ભાવનિક્ષેપ તે દેશથી કે સર્વથી યેગનું નિર્ધન કરી આત્માનું અકંપિતપણું (સ્થિરતા) પ્રાપ્ત કરવું તે તથા રાગદ્વેષનું મંદ કરવું અને તેને અભાવ કરે.
(૭) નિર્જરાતત્વ ઉપર ચાર નિક્ષેપ ૧-૨. નામ અને સ્થાપના નિક્ષેપ અગાઉની પેઠે સમજવા. ૩. દ્રવ્યનિક્ષેપ તે જીવના પ્રદેશથી કર્મયુગલે ખરે તે. ૪. ભાવનિક્ષેપ તે આત્મા ઉજજવળ થઈ જ્ઞાનલબ્ધિ, ક્ષપશમલબ્ધિ, ક્ષાયિકલબ્ધિ ઈત્યાદિ લબ્ધિ પ્રાપ્ત કરીને પરભાવને ત્યાગ કરીને આત્મિક સુખમાં લીન થાય.
(૮) બંધતત્ત્વ ઉપર ચાર નિક્ષેપ-૧-૨. નામ અને સ્થાપના પૂર્વવતું. ૩. દ્રવ્યનિક્ષેપ તે કર્મવર્ગણાનાં પુગલે આત્મપ્રદેશની સાથે બંધાય તે ૪. ભાવનિક્ષેપ તે મદ્યપાન (દારૂ પીધા)ની પેઠે કર્મબંધનો ન ચડે તે રૂપી રાગ અને દ્વેષ.
(૯) ક્ષતત્ત્વ ઉપર ચાર નિક્ષેપ–૧–૨. નામ અને સ્થાપના પૂર્વવતુ. ૩. દ્રવ્યનિક્ષેપ તે છવદ્રવ્ય કર્મ રહિત નિર્મળ બને છે. અને, ૪. ભાવનિક્ષેપ તે ક્ષાયિક સમ્યક્ત, કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ થઈ આત્મ સિદ્ધસ્વરૂપી બને તે.