________________
પ્રકરણ ૨ જુ: સૂત્ર ધન
४४७ (૧) જેમ સૂર્યની આડે વાદળાં આવવાથી સૂર્યને પ્રકાશ મંદ પડે છે તેમ જ્ઞાનાવરણીય કર્મના આરછાદનથી આત્માને જ્ઞાનરૂપ પ્રકાશ મંદ રહે છે. - (૨) જેમ આંખો પર પાટો બાંધવાથી પદાર્થો દેખી શકાતા નથી, અગર રંગીન ચમાં ચડાવવાથી વિપરીત રંગનો ભાસ થાય છે. તેમ દર્શનાવરણીય કર્મના પાટા કે ચમને લીધે પદાર્થો દેખી શકાતા નથી અથવા દેખે છે તો યથાતથ્ય સમજમાં આવતા નથી.
(૩) જેમ મધ ચોપડેલી તલવાર ચાટવાથી પ્રથમ સહજ મીઠાશ લાગે પણ પાછળથી મહા દુઃખદાયક નીવડે છે. તેવી જ રીતે. સાતા વેદનીયમાં લુબ્ધ છે કિંચિત્ સુખભેગમાં લુબ્ધ થવાથી મહાદુઃખ પ્રાપ્ત કરી લે છે, અને અફીણથી ખરડાયેલ તલવાર ચાટવાથી પૂર્વ પશ્ચાત્ ઉભય પ્રકારે દુ:ખ થાય છે. તે જ પ્રમાણે, અસાતવેદનીય કર્મ બાંધતાં અને ભોગવતાં બન્ને વખત દુઃખ ઊપજે છે.
(૪) જેમ દારૂડિયા સુધબુધ વીસરી ભાન ભૂલી જાય છે તેમ મેહનીય કર્મના ઉદયથી જીવ આમભાન ભુલી વિભાવ પરિણામી થઈ પુદગલાનંદી બની જાય છે.
(૫) જેમ જેલમાં પડેલ મનુષ્ય યથેચ્છ ગમનાગમન કરી શકો નથી તેમ આયુષ્ય કર્મના ઉદયથી જીવ દેહરૂપી કારાગૃહમાં ફસાઈ રહે છે.
(૬) જેમ ચિત્રકાર મરજીમાં આવે તેવાં ચિત્રવિચિત્ર ચિત્રો બનાવે છે તેમ નામકર્મના વેગથી વિચિત્ર પ્રકારનાં શરીર અને નાનાવિધ રૂપ ધારણ કરે છે.
(૭) જેમ કુંભાર એક જ માટીમાંથી અનેક પ્રકારનાં વાસણ બનાવે છે તેમ ગોત્રકર્મના ઉદયથી એક જ પ્રકારના શરીરે કરી અનેકવિધ જાતિને અનુભવ કરે છે.
* જ્ઞાનાવરણીય કર્મને કઈ આંખના પાટા સમાન કહે છે, અને દર્શનાવરણીય કર્મને રાજના દ્વારપાળ સમાન કહે છે,