________________
પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્મ
૪૬૧
ઋજુસૂત્ર નયવાળો ખેલ્યા કે, ધાન્યને સંગ્રહ કરવાથી પાલી કહેવાય નહિ, પણ ધાન્યનું તેનાથી માપ કરો ત્યારે પાલી કહેવાય.
શબ્દ નયવાળો કહે કે, ધાન્યનું માપ કરી એક પાલી, એ પાલી, ત્રણ પાલી એમ ગણા ત્યારે પાલી કહેવાય.
સમભિરૂઢ નયવાળો આવ્યે કે કોઈ કાર્યથી માપ થશે ત્યારે પાલી કહેવાશે.
એવ’ભૂત નયવાળે કહ્યું કે પાલીથી માપતી વખતે તે માપમાં . ઉપયેગ હશે તે જ પાલી કહેવાશે.
એ પ્રમાણે અનેક દૃષ્ટાંતથી સાતે નયનુ' સ્વરૂપ જાણ્યું.
એ સાત નયથી સ` વસ્તુઓને માને તે સમિતી ગણાય. જે એક નયને જ માને અગર કઈ વાતમાં એક નય તાણે એને મિથ્યાદૃષ્ટિ જાણવા. કારણ કે એક વસ્તુથી પૂર્ણ કાર્ય થતુ નથી. દરેક કા નીપજાવવામાં જેટલા જેટલા સંયેાગની જરૂર છે તેટલા તેટલા સયેાગ મળે ત્યારે તે કાર્યો પૂર્ણ નીપજે છે.
દૃષ્ટાંત-કેઇએ પૂછ્યું કે અનાજ શાથી ઉત્પન્ન થાય છે ? ત્યારે એકે જવાબ દીધેા કે પાણીથી. બીજાએ કહ્યું કે, પૃથ્વીથી, ત્રીજાએ-હળથી, ચેાથાએ-વાદળથી, પાંચમાએ-બીથી, છડ્ડાએ ઋતુથી, સાતમાએ–નસીમથી નીપજે છે.
હવે કહા કે સાત જવામમાંથી કયે જવામ સાચા અને કયા જવાબ ખોટા કહેવાય ?
જો સાતે વસ્તુ અલગ અલગ રહે તે કોઈ પણ કાર્ય નીપ નહિ. તેથી દરેક વસ્તુ ખાટી ઠરી. પણ સાત વસ્તુ એકત્ર થાય તે કામ . વખતસર સિદ્ધ થાય, તેથી સાતે ચીજ સાચી ઠરી. એ પ્રમાણે હરેક કાર્ય સાત નયના સમાગમથી થાય છે એમ જાણી સાતે નયની અપે ક્ષાથી નિષ્પક્ષપાતી વચન હેાય તે જ સત્ય માનવું.