________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૫૯ વળી એણે પૂછ્યું, જબુદ્વીપમાં તે ઘણું ક્ષેત્ર છે, તમે કયા ક્ષેત્રમાં રહે છે ?
વિશુદ્ધ નેમ નયવાળો એલ્યો, હું ભરતક્ષેત્રમાં રહું છું.
વળી પૂછયું, કે ભરત ક્ષેત્રમાં તે છ ખંડ છે, તમે ક્યા ખંડમાં રહો છે ?
અતિ શુદ્ધ નૈગમ નયવાળા બે કે હું દક્ષિણ ભરતના મધ્ય ખંડમાં રહું છું.
વળી પૂછયું કે મધ્ય ખંડમાં તે ઘણા દેશ છે. તમે કયા દેશમાં રહો છે ?
જવાબ દીધું કે હું મધ દેશમાં હું છું.
વળી પૂછ્યું કે મગધ દેશમાં તે ઘણાં ગમે છે. તમે કયા ગામમાં રહો છે ?
જવાબ દીધું કે રાજગૃહી નગરીમાં રહું છું.
વળી પૂછ્યું કે રાજગૃહી નગરીમાં તે ૧૩ પાડા (પરા) છે, તમે કયા પરામાં રહો છે ?
જવાબ દીધું કે હું નાલંદા પાડામાં રહું છું.
વળી પૂછ્યું કે નાલંદા પાડામાં તે સાડા ત્રણ કોડ ઘર છે, તમે કયા ઘરમાં રહો છે ?
જવાબ દીધો કે હું વચલા ઘરમાં રહું છું.
એટલી વાત સાંભળી નૈગમ નયવાળો બોલતે બંધ થયું. ત્યારે સંગ્રહ નયવાળા બે કે વચલા ઘરમાં તે ઘણું ખંડ છે. તે એમ કહો કે હું મારા બિછાના જેટલી જગામાં રહું છું.
ત્યારે વ્યવહાર નવા બે કે તમે તમારા બધાં બિછાનામાં રહો છો ?
જવાબ દીધું કે મારા શરીરે આકાશ પ્રદેશ પ્રણ કર્યા છે - તેટલામાં રહું છું.