________________
૪૬૯
પ્રકરણ ૨ જું: સૂત્ર ધર્મ
ઉત્તર–આત્માવગાહી પુદ્ગલેને જ ગ્રહણ કરે છે. દૂરનાં નહિ.
સૂચના–શુભાશુભ યોગમાં ષગુણ હાનિ વૃદ્ધિ થાય છે. અહીં એકાંતપણાને સંભવ નથી. કેમકે એકાંત શુભ ગ અગર એકાંત અશુભ ગ મળ મુશ્કેલ છે. કેવળીને અને સકષાયી જીના શુભ યુગમાં કેટલે ફરક છે તે દીર્ઘ દૃષ્ટિથી વિચારી લેવું. જ્યાં ફક્ત ઈરિયાવહિ કિયા જ છે (ગુ. ૧૧, ૧૨, ૧૩) ત્યાં એકાંત શુભગ છે.
પ્રશ્ન–એક સમયમાં બે કાર્યની ના કહી છે તે પછી શુભાશુભ આસવ કેવી રીતે કહ્યો?
ઉત્તર–જેવી રીતે શાસ્ત્રમાં ધમ્માવાસા, અધમ્માવાસા % અને ધમ્માધમ્માવાસા તેમ જ મિશગુણસ્થાનક અને મિશ્રગ ઘણે ઠેકાણે કહેલ છે તેવી જ રીતે ગૌણતાથી બીજા યોગને સંબંધ હોય છે પણ મુખ્યતામાં એક વખતે એક જ યુગમાં પ્રયત્ન અથવા ઉપગ હોય છે.
(૬) સંવરતત્વ પર સાત નયઃ
૧. નગમનય-કારણને કાર્ય માને છે. અશુભ જેગમાંથી નિવૃત્તિ તેથી શુભ ભેગને સંવર કહે.
૨. સંગ્રહનય–સંવરના સર્વ ભેદોને એક સંવર સામાન્ય નામથી બેલાવે. સંવર તત્ત્વમાં રહેલા સર્વ જીવોની જુદી જુદી સંવરકરીને એક સંવર સંજ્ઞાથી બોલાવે તે સર્વમાં સંવરરૂપે એક સામાન્ય તત્ત્વ છે.
* ઉપાદાન કારણ અને નિમિત્તા કારણને ખુલાસો-દષ્ટાંત:–ઉપાદાન ગાય અને દોનાર નિમિત્ત મળવાથી દૂધ ઉત્પન્ન થયું. ઉપાદાન દૂધ અને નિમિત્તા છાશ (મેળવણ) તેથી દહીં ઉત્પન્ન થયું; ઉપાદાન દહીં અને નિમિત્તા રવૈયો તેથી માખણ થયું, એ પ્રમાણે ઉપાદાન માતા અને નિમિત્ત પિતા. તેથી પુત્ર થયો. એ પ્રમાણે ઉપાદાન અને નિમિત્તનો ભેદ સમજવો.
* મુખ્યતા ગૌણતાનો ખુલાસો-દષ્ટાંત:- મુખ્યતાએ હંસમાં એક ધોળો રંગ છે પણ ગૌણતાએ તો હંસનાં રંગમાં પાંચ રંગ છે. એ પ્રમાણે અનેક રીતિથી મુખ્યતા અને ગણતાનું સ્વરૂપ જાણવું.