________________
૪૬૬
જૈન તત્ત્વ પ્રકાશ
૨. સંગ્રહનયવાળો–દરેક પુગળની પર્યાયને એક પુદ્ગળ નામથી
એલાવે.
૩. વ્યવહારનયવાળો વિશ્રસા, મિસ્રસા, અને પ્રયાગસા એ ત્રણ પ્રકારના પુદ્ગલેના જે વ્યવહાર ષ્ટિગોચર થતા હોય તેને પુદ્ગલાસ્તિ
કાય કહે.
૪. ઋજુસૂત્રનયવાળો—જે પુગળ વમાન કાળમાં પુરણ ગલન રૂપી સ્વભાવમાં વર્તે તેને પુદ્ગલાસ્તિકાય કહે.
૫. શબ્દનયવાળો–પુદ્ગલની પુરણુગલનરૂપી જે ક્રિયા તેને પુદ્ગલાસ્તિકાય કહે.
૬. સમભરૂઢિનયવાળો-પુદ્ગલની-ષદ્ગુણ હાનિ, વૃદ્ધિ, ઉત્પાદવ્યય, ધ્રુવતા એને પુદ્ગલાસ્તિકાય કહે.
૭. એવ’ભૂતનયવાળા-પુદ્ગલેાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, તેના દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરેના નાયકના તેમાં ઉપયાગ હોય તે વખતે પુદ્ગલાસ્તિકાય કહે. એ પ્રમાણે અજીવ તત્ત્વ ઉપર સાત નય લગાડયા.
પુણ્ય તત્ત્વ ઉપર સાત નયઃ
૧. નૈગમનય પુણ્યનાં ફળને પુણ્યતત્ત્વ માને. જેમકે કેઈ ને ત્યાં દ્રુપદ, ચેાપદ, ધન, ધાન્ય વગેરે બહુ જ ઋદ્ધિ એટલે શુભ પુદ્ગલેને સચેગ જોઈને લેકો કહે છે કે જુએ, આ પુણ્યશાળી જીવને પુણ્યના ચેગથી આવે! રૂડો સંચેગ મળ્યા છે. એ પ્રમાણે પુણ્યનાં કાર્ય ને (શુભ પુદ્દગળોના સંજોગને) કારણરૂપે એટલે પુણ્ય તત્ત્વરૂપે માને છે. ૨. સંગ્રહનય આત્મ પ્રદેશે! સાથે પુણ્ય પ્રકૃતિના બંધ અને સત્તા બતાવે છે. પુણ્ય તત્ત્વના સભેદેને એક સામાન્ય સંજ્ઞા પુણ્યમાં દાખલ કરે છે.
* દ્રવ્ય બે ૧. જીવ દ્રવ્ય ૨. અજીવ દ્રવ્ય. દરેકના ગુણ જીવને ગુણ જ્ઞાનાદિ, અજીવને ગુણ પુદગળની અપેક્ષાએ વર્ષાદ પર્યાય બે—૧. આત્મભાવ અને, ૨. કર્મ ભાવ. અજીવના દ્રવ્ય ગુણ, પર્યાયમાં અજીવ અને જીવના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં જીવ ગ્રહણ કરવો. અજીવના સમુચ્ચય ગુણ-જડતા.