________________
પ્રકરણ ૨ જું સૂત્ર ધર્મ
૪૪૯ ૨. સમ્યગ્દર્શને (સમ્યકત્વે) કરીને જ્ઞાન વડે જે સ્વરૂપ જાણ્યું છે તેને તથારૂપે સાચું કરીને દઢ માને તથા શંકા વગેરે દોષરહિત રહે.
ક. સભ્યશ્ચારિત્ર વડે, દર્શન કરીને જે જે દૃઢ માન્યું છે તેમાંથી આત્મહિતકર-મેક્ષદાતા માલુમ પડે તેને આચરણમાં ઉતારે, અને છોડવા. યોગ્ય હોય તેને છેડે; ચારે ગતિમાંથી તરી પાંચમી મેક્ષ ગતિએ પહોંચવાના ઉપાય આદરે.
૪. તપે કરીને, ચારિત્ર વડે જે જે ઉપાયે આદર્યા છે તે વધતા જતાં શુદ્ધ ઉત્સાહથી નિભાવી પાર પાડે, એ ચાર કારણથી મોક્ષ મળે છે જે
મેક્ષ શાસ્ત્રના પહેલા જ સૂત્રમાં કહ્યું છે કે “રતનજ્ઞાન ત્રિનિ મામા” અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણે મળી મોક્ષનું સાધન છે. એ ચારમાંથી જ્ઞાન અને દર્શન એ બને તે આત્માના અનાદિ અનંત ખાસ નિગુણો છે. તે મેક્ષ ગયા પછી પણ સર્વ કરી શાશ્વત રહે છે. એ બન્ને ગુણો સહચારી હોય છે.
જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી તેમ જ, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહેતાં નથી. અર્થાત્ જ્ઞાન વિના દર્શન નહિ અને દર્શન વિના જ્ઞાન નહિ +
એ બન્નેને નિર્મળ કરી સંપૂર્ણતા પ્રાપ્ત કરવાનાં સાધન ચારિત્ર અને તપ છે. એ બન્ને ગુણે સાદિ સાત છે. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ થતા સુધી તેની આવશ્યકતા છે.
* મોક્ષ તત્ત્વને વિશેષ વિસ્તાર પ્રથમ ખંડના ત્રીજા પ્રકરણમાં છે.
તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં જ મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે તે મિથ્યાદષ્ટિની નિવૃત્તિથી સમ્યરૂપે પરિણત થઈ જાય છે. એટલે તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે.
૨૯