________________
ઉપર
જૈન તત્વ પ્રકાશ
સાત નય નયના વ્યાખ્યા ૧. અનંત ધર્માત્મક વસ્તુઓમાંથી કઈ એક વિશેષ ધર્મને ગ્રહણ કરી, અન્ય ધર્મો તરફ ઉદાસીન ભાવ રાખીને પદાર્થનું જે વર્ણન કરવું તેનું નામ નય છે. ૨. પ્રમાણને અંશ તે નય. ૩. નયવાદ એટલે અપેક્ષાવાદ. ૪. નયવાદ એટલે વિચારોની મીમાંસા. પ. કોઈ પણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણ કરનાર વિચાર એ નય.
આમ, વિદ્વજનેએ નયની જુદી જુદી રીતે વ્યાખ્યાઓ કરેલી છે. તે
સામાન્યપણે નયના બે પ્રકાર છે : ૧. વ્યવહારનય–જે વડે વસ્તુનું બાહ્ય સ્વરૂપ જાણવામાં આવે તથા જે અપવાદ માર્ગમાં લાગુ પડે તે વ્યવહારનય, અને ૨. નિશ્ચય નય–જે વડે વસ્તુનું અત્યંતર સ્વરૂપ જાણવામાં આવે તથા ઉત્સગ માર્ગમાં લાગુ પડે તે નિશ્ચયનય.
વિશેષપણે નયના ૭ પ્રકાર છે-૧. નૈગમનય, ૨. સંગ્રહય, ૩. વ્યવહારનય, ૪. જુસૂત્રનય, ૫. શબ્દનય, ૬. સમભિરૂઢનય અને ૭. એવભૂતનય.
એ સાતે નાનું સ્વરૂપ કહે છે.
૧. નેગમનય–“હો જો વિવો અર્થ શું નામ પૃથક પૃથા સામાન્ય વિશેvયોગ બાત” અનેક પ્રકારથી સામાન્ય અને વિશેષ ગ્રહણ કરવાથી નગમ કહેવાય છે. એક ગમથી નહિ પણ
* દરેક નય વરતુમાં પોતપોતાનો અંશ બતાવે છે, સર્વ નયોના સર્વ અંશોનો સમન્વય કરવો તેનું નામ સ્યાદુવાદ અને સ્વાદુવાદ અપેક્ષાવાળું હોઇને વસ્તુ સ્વરૂપ બરાબર બતાવી શકે છે, માટે તે પ્રમાણરૂપ છે. એક જ નયના અભિપ્રાયને આગ્રહ અને બીજી નયોના અભિપ્રાયનો નિષેધ તે દુર્નય (મિથ્યાત્વ) છે. એક નય પોતાનો અભિપ્રાય બતાવીને બીજી નયોનો નિષેધ કરે તે સુનય છે અને તે સ્યાદ્વાદમાં દાખલ થઈ શકે છે.