________________
૪૫
પ્રકરણ ૨ નું સૂત્ર ધર્મ
૨. દર્શનાવરણીય.
૩. અંતરાય એ ત્રણ કર્મની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્તની. અને ઉત્કૃષ્ટિ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. તે ત્રણે કર્મનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે.
૪. સાતા વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ૨ સમયની (ઈરિયા વહિયા કિયા આશ્રયે ગણતાં) અને ઉસ્મૃષ્ટિ ૧૫ ક્રોડાકોડી સાગરની છે. અબાધાકાળ કરે તે જઘન્ય અંતમુહૂર્ત અને ઉષ્કૃષ્ટ દોઢ હજાર વર્ષનો છે. અસાતા વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ૧૨ મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરની છે. એનો અબાધાકાળ જઘન્ય અંતમુહૂર્તને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષ છે.
૫. મેહનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની ઉત્કૃષ્ટ ૭કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધકાળ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષનો છે.
૬. આયુષ્ય કર્મની સ્થિતિ, ચારે ગતિની રિતિ બતાવી છે તે પ્રમાણે જાણવી. નારકી દેવતાની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની–મનુષ્ય તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૩ પત્યની, અબાધાકાળ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને ભોગવતા આયુષ્યના ત્રીજા, નવમાં, ૨૭માં ભાગનો યાવત્ અંતિમ આયુષ્ય અંતર્મુહુર્ત રહે તેના પણ ત્રીજા ભાગને જાણવો. અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને અબાધાકાળ ૬ મહિનાનો જાણ.
કર્મ બાંધ્યા પછીથી તે ઉદય આવે એટલે તેનાં ફળ ભોગવવા પડે) છે ત્યાં લગીનો કાળ તે, અબાધાકાળ” કહેવાય, એટલે બાંધવું. અને ભોગવવું એ બેની વચ્ચે કાળ,
શ્રી પન્નવણા સુત્રમાં એક સાગરોપમના ૭ ભાગ કરીને તેમાંના ૩ ભાગ. અને એક પલ્યનો અસંખ્યાતમો ભાગ ઉણાની કહી છે તે: દિય: આશ્રયી. જાણવી.