________________
૪૪૦
જૈન તત્વ પ્રકાશ
તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે. ૧. માઈલયાએ-કપટ સહિત જૂઠું બેલે, ર. નિયડિલયાએ–નિવિડ (મહા) દગાબાજ હોય, ૩. -ખલિયવયણેણું–જૂઠું બોલે, ૪. કુડતાલે કુડમાણે-ખોટાં તેલ ને ખોટાં માપ રાખે.
મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે. ૧. પગઈભયાએસ્વભાવથી જ નિષ્કપટી, ૨. પગઈ વિણયાએ-સ્વભાવથી જ વિનીત, ૩. સાણસયાઓ-સરળ અથવા દયાળુ. ૪. અમરછરિયા એ-ઈર્ષારહિત.
દેવતાનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે. ૧. સરાગ સંજમેણું– સંજમ પાળે પણ શરીર તથા શિષ્ય વગેરે પર મમત્વભાવ રાખે, ૨. સંજમા-સંજમેણુ-શ્રાવકનાં વ્રત પાળે, ૩. બાળકમેણું-જ્ઞાનરહિત તપ કરે, ૪. અકામ નિજરા–પરવશપણે દુઃખ સહે. પરંતુ સમભાવ રાખે.
એ રીતે ચાર ગતિનું આયુષ્ય ૧૬ પ્રકારે બાંધે છે અને તેનાં ફળ તે તે ગતિનાં આયુષ્યરૂપે ભેગવે છે.
તેના ૪ પ્રકાર છે. (૧-૨) નરક અને દેવતાનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષ ને અંતર્મુહુર્ત અધિકનું અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમને પૂર્વ કોડીના ત્રીજા ભાગ અધિકનું, (૩-૪) તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય ને પૂર્વ કોડીને ત્રીજો ભાગ અધિક એટલું ભગવે છે.
૬. નામ કમ–નામ કર્મના ૧. શુભનામ, ૨ અશુભ નામ એવા બે ભેદ છે.
શુભનામ ચાર પ્રકારે બાંધે છે. ૧. “કાયુજીયાએ –કાયાની સરમળતા રાખે. ૨. “ભાસુજીયાએ –ભાષાની સરળતા રાખે ૩. ભાવુજુયાએ મનની સરળતા રાખે ૪. “અવિસંવાયણાગેણું –વિખવાદ ઝઘડા રહિત પ્રવર્તે.
એ શુભ નામનાં ફળ ચૌદ પ્રકારે ભોગવે છે. ૧. “ઇડ્ડાસા ઈષ્ટ એટલે મને શબ્દ, ૨. “ઈ રૂવા” મનોજ્ઞ રૂપ; ૩. “ઈઠ્ઠા ગંધામનેઝ ગંધ૪.