________________
- ૪૩૦
જૈન તત્ત્વ પ્રકાશ હલકી ગતિમાં અવતાર ધારણ કરવું પડે છે. ઘમ માણસ હોય પણ તેનામાં દ્વેષભાવ હોય તે તે મરીને વાણવ્યંતર દેવ થાય છે, માટે તેને ત્યાગ કરવો.
(૧૪) સામાન્ત પનપાતિકી (સામંતવણીવાઈઆ) કિયાઅનેક વસ્તુઓને સમુદાય મેળવવાથી (એકઠી કરવાથી) કિયા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) “જીવસામતવણીઆ –દાસી, દાસ, ઘોડા, હાથી, બળદ, બકરાં, કૂતરાં, ઘેટાં, બિલાડી, પોપટ, વગેરેને સંગ્રહ કરી રાખે, તે જોવાને ઘણું લેકે આવે અને સંગ્રહની પ્રશંસા કરે તે સાંભળીને હરખાય. તેમ જ તેવી સંગ્રહ કરેલી વસ્તુઓને વેપાર કરે તેથી જે કિયા લાગે છે તે. (૨) “અજીવ સાતવણું– કરિયાણું, ઘર, મહેલ, વસ્ત્ર, વગેરે વસ્તુઓને ઘણે કાળ સંગ્રહ કરી રાખે, તેવા માલની પ્રશંસા સાંભળી હરખાવું તથા વેચવું તે. કેટલાક એવો અર્થ પણ કરે છે કે, દૂધ, દહીં, ઘી, તેલ, છાશ, રાબ, પાણી, વગેરે પ્રવાહી પદાર્થને ઠામ ઉઘાડાં રાખતાં, તેમાં જીવજંતુ પડીને મરણ પામે છે અગર દુઃખી થાય છે તેથી જે કિયા લાગે છે.
(૧૫) સ્વાહસ્તિકા (સાહથિયા) કિયા-પરસ્પર લડાઈ કરાવે તે.
તેના બે ભેદ છેઃ (૧) જીવ સાહસ્થિયાં–મેંઢાં, કુકડા, સર્પ, સાંઢ, હાથી, ગેંડા, વગેરેને પરસ્પર લડાવે, તથા મનુષ્યને કુસ્તી કરાવે અથવા ચાડી–ચૂગલી ખટપટ કરી વઢવાડ કરાવે તે. (૨) “અજીવ સાહત્યિયા–લાકડીથી લાકડી ભાંગે એમ કેઈ પણ બે અજીવ વસ્તુઓને સામસામી અફાળીને તોડે તે અજીવ વસ્તુઓને માંહે માંહે અથડાવે. બીજો અર્થ એમ પણ થાય છે કેપિતાના શરીરને અથવા બીજા મનુષ્ય, કુતરે, વાઘ, બિલાડી, ગાય, ભેંસ, અશ્વ, પોપટ, વગેરેને વધ યા બંધન કરે તે જીવ સાહથિયા’ અને વસ્ત્ર, ભૂષણ વગેરે અજીવ વસ્તુઓને તેડે, બાંધે તે “અજીવ સાહિથિયા’ કિયા કહેવાય.
(૧૬) નૈસગ્નિકી (નેસલ્વિયા) ક્રિયા-કોઈ વસ્તુને જતના વિના નાખી દેવી તે.