________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૨૯ વનસ્પતિ વગેરેને સ્પર્શ કરવાથી જે કિયા લાગે છે. કેટલાક ભેળા. માણસે કંઈ પણ સ્વાર્થ કે કામ વિના ધાન્યની વાટકી લઈ જવા મંડી જાય છે. તેમ જ કેઈ પણ સજીવ ચીજ લેવામાં આવે તે તેને સ્પર્શ કરવા મંડી જાય છે. તેમણે ખૂબ વિચાર કરવાને છે.
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે, કઈ ઘણે જ વૃદ્ધ પુરુષ હોય, અને તે રોગ તથા શોકથી શરીરે સાવ જીર્ણ થઈ ગયો હોય અને કેઈ બત્રીસ વર્ષને જુવાન દ્ધો મુકીપ્રહાર (ઠંસાબાજી) કરે તેથી જેવું દુઃખ થાય તેવું દુઃખ પૃથ્વી, પાણી, દાણા, વગેરે એકેન્દ્રિય જને સ્પર્શ કરવાથી તેને થાય છે. એકેન્દ્રિયના કેટલાક સુકમળ છે તે એવા સ્પર્શથી મરી પણ જાય છે. એવું અનર્થનું કારણ જાણ ખાસ કારણ વિના સજીવ વસ્તુને સ્પર્શ ન કરવો. (૨) અજવપુક્રિયા વસ્ત્ર, આભૂષણ વગેરે અજીવ ચીજને સ્પર્શ કરવાથી આ ક્રિયા લાગે છે. માટે પરીક્ષા માટે પણ વગર નિમિત્તે અજીવ ચીજોનો (અચેત વસ્તુને) પણ સ્પર્શ ન કરે.
(૧૩) પ્રતીતિકા (પશ્ચિયા) કિયા-કોઈના ઉપર કેવભાવઝ રાખવાથી જે ક્રિયા લાગે છે તે.
તેના બે ભેદ છેઃ (૧) જીવ પાડુશ્ચિય'-મા, બાપ, સ્ત્રી, પુત્ર, મિત્ર, શિષ્ય, ગુરુ, શત્રુ, ખૂની, અધમ, ભેંસ, ઘેડા, સાપ, વીછી, કૂતરાં, માંકડ, મચ્છર, કીડા, વગેરે સજીવ વસ્તુઓ ઉપર ઠેષ લાવવાથી લાગે છે તે. (૨) “અજીવ પાડુશ્ચિયા–વસ્ત્ર, ઘરેણાં, મકાન, ઝેર, મળમૂત્ર, વગેરે ચીજો પર દ્વેષ રાખવાથી ક્રિયા લાગે છે તે દ્વેષી પ્રાણીઓ. દ્વેષભાવનાના જેરે આ ભવમાં અનેક પાપાચરણ આરંભી દે છે. અને પરભવમાં
* શતાવધાનીજી શ્રી રત્નચંદ્રજી મહારાજ દ્વારા સંપાદિત “અર્ધમાગધી કોષમાં પાડશ્ચિયા ક્રિયાનો અર્થ આ પ્રમાણે છે : “બહારની વસ્તુને આકાય કરવાથી લાગતી ક્રિયા-કર્મબંધ” અને પં. હરગોવિંદદાસકૃત “પાઈએ સદ્દ મહષ્ણવોમાં પણ એવો જ અર્થ કર્યો છે.
-અનુવાદકઃ