________________
૪૨૮
જૈન તત્વ પ્રકાશ કઈ નાસ્તિક જવાબ દે છે કે, જે આત્માને પૂર્વજન્મ હોય તે તે પૂર્વ જન્મની અમને શા માટે ખબર ન પડે ? પાછલા ભવેનું જ્ઞાન કેમ ન હોય ? તે ભમાં આત્મા અનેક વર્ષો લગી રહે તે બધું શી રીતે ભૂલી ગયા ?
એને એ જવાબ છે કે, ભાઈ ! પૂર્વ જન્મની વાત તે દૂર રહી, પણ તમે આ ભવમાં માતાના ઉદરમાંથી નીકળ્યા છે એ વાત તે સાવ સાચી છે. કહે ત્યારે માતાના ઉદરમાં શી શી રચના હતી ? અને તમે શી રીતે ત્યાં રહ્યા હતા ? ભાઈ, જાગૃત દશામાંથી સ્વપ્ન દશામાં આવે છે ત્યારે જાગૃતિની સ્થિતિનું અને શરીરનું ભાન પણ ભૂલી જાઓ છે તેને, તથા સ્વપ્નની વાતે જાગૃત થતાં સાંભરતી નથી તેને ખ્યાલ કરે. એ વિચારતાં પૂર્વ ભવની વાત તે કેટલી દૂર રહી છે તે કયાંથી યાદ આવે ?
વળી, હળુકમ ને એવા પૂર્વ ભવની વાત યાદ આવી પણ જાય છે અને તેઓએ પૂર્વ ભવે તાદ્રશ્ય દીઠા છે, માટે હળુકમી (અલ્પકમી) બને અને મિથ્યાત્વીઓના કુતર્કથી ભરમાએ નહિ. ૨૫ પ્રકારના મિથ્યાત્વ સેવવાથી તથા ૩૬૩ પાખંડીના મતેમાંથી કોઈ પણ મતનું કંઈ પણ કાર્ય સેવવાથી મિથ્યાત્વ પ્રત્યયી કિયા લાગે છે.
(૧૧) દૃષ્ટિકી (દિઢિયા) કિયા-કઈ વસ્તુને જેવાથી ક્રિયા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) જીવ દિઢિયા–સ્ત્રી, પુરુષ, હાથી, ઘોડા, બાગ, બગીચા, નાટકટક, વગેરે જોવા જવાથી લાગે તે. (૨) અજીવ. દિદિયા–વસ્ત્ર, આભૂષણ, ધન, મકાન, વગેરે જેવા જવાથી ક્રિયા લાગે છે.
(૧૨) સ્યુટિકા (પુફિયા) ક્રિયા-કઈ પણ વસ્તુને સ્પર્શ કરવાથી જે કિયા લાગે તે
તેના બે ભેદ છેઃ (૧) “જયપુક્રિયા–સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી, વગેરે જેનાં અંગોપાંગને તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને