________________
૪૨૬
જૈન તત્વ પ્રકાશ એના બે ભેદ છેઃ (૧) “જીવપારિગ્રહિક ક્રિયા –દાસ, દાસી, પશુ, પક્ષી, અનાજ, વગેરેની મમતા કરવાથી હમેશાં લાગે (૨) “અજીવપરિગ્રાહિક કિયા'–વસ્ત્ર, પાત્ર, ભૂષણ, ધન, મકાન, વગેરેની મમતા કરવાથી હંમેશાં કિયા આવે છે તે. ત્યાગ ન કર્યો હોય તે વસ્તુની કિયા લાગે તેમ જ દ્રવ્યથી ત્યાગેલી વસ્તુ પર મમત્વ કરવાથી પણ કિયા લાગે. સંયમ નિભાવવા માટે જે વસ્તુની જરૂર છે તેના પર મમત્વ કરવાથી કિયા વાગે.
(૮) માયાપ્રત્યયા કિયા-કપટ કરવાથી કિયા લાગે છે તે.
તેના બે ભેદ છેઃ (૧) આત્મભાવ વકતા-પિતે પિતાના આત્માને જ છેતરે, માયાયુક્ત વિચાર કરે, દગાબાજી કરે, જગતમાં ઉત્તમ ધર્માત્મા કહેવરાવે અને અંદર તદ્દન શ્રદ્ધારહિત હય, વેપાર વગેરે અનેક કામમાં કપટ કરે (૨) પરભાવ વકતાખેટાં તેલાં, માપ રાખવાં, વસ્તુમાં ભેળસેળ કરવી વગેરે અનેક રીતે ભોળા ને ઠગવાની કળા બીજાને શીખવે તથા ઈન્દ્રજાળ, મંત્ર-શાસ્ત્ર, વગેરે શા બીજાને ભણાવે તે. | (૯) અપ્રત્યાખ્યાન પ્રત્યયી ક્રિયા-ઉપભોગ (એક વાર ભેગવી શકાય તેવી ચીજ, ભોજન, મુખવાસ, વગેરે) અને પરિભોગ (વારંવાર ભોગવી શકાય તેવા પદાર્થો, વસ્ત્ર, પાત્ર, મકાન, વગેરે) એ બે જાતની વસ્તુઓ જગતમાં જે કંઈ છે તે ભોગવવામાં આવે અગર ન આવે પણ તેને ત્યાગ નથી કર્યો ત્યાં લગી તેની દિયા લાગે છે તે - તેના બે ભેદ છેઃ (૧) જીવ’–મનુષ્ય, પશુ, પક્ષી, ધાન્ય, વગે. રેના પચ્ચખાણ ન હોય તે. (૨) “અજીવ’–નું, ચાંદી, રત્ન, વગેરેનાં પચ્ચખાણ ન હોય તે.
શંકા-જે વસ્તુ કઈ દિવસ કાને સાંભળી નથી, અને જેના પર અમારું મન પણ નથી, તે એની ક્રિયા અમને શી રીતે લાગે?
સમાધાન-પિતાના મકાનમાં કચરો ભરવાની કોઈની ઈચ્છા હોતી નથી પણ જ્યાં લગી કમાડ ખુલ્લાં છે ત્યાં લગી અનેક જાતને. કચરે ઘરમાં આવવાને જ. પણ જે બારણાં બંધ કર્યા તે ઘરમાં