________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૨૭ કચર આવતું નથી. તે પ્રમાણે, જે વસ્તુ આપણે દેખી નથી, સાંભળી નથી, ઈચ્છા પણ નથી છતાં જ્યાં લગી પચ્ચખાણ લઈને આસ્ત્ર આવવાનાં કમાડ બંધ નથી કર્યા ત્યાં લગી પાપરૂપ કચરો આત્મારૂપી. ઘરમાં આવવાનો જ. પણ વ્રત પશ્ચખાણરૂપ દરવાજા બંધ કરવાથી આસવરૂપી કિયા આવતી નથી. વળી, જે વસ્તુને ત્યાગ નથી તે વસ્તુ કદાચ હાથમાં આવી જાય તે ભેગવી પણ લેવાય. જે વસ્તુ કાને સાંભળી છે પણ દીઠી નથી તે જોવાનું મન થઈ જાય, કારણ કે મનરૂપી મહા ચંચળ ઘડે છે અને હજી તે વસ્તુને ત્યાગ વીતરાગની સાક્ષીએ કર્યો નથી તેથી અંદર ઈચ્છા તે ભરી છે. તે ઈચ્છા બધી ઇન્દ્રિયને ગુલામ બનાવી દે છે માટે ઈચ્છાને નિરોધ હોય તે વ્રત પચ્ચખાણ તે શ્રી વીતરાગદેવની સાક્ષીએ કરી જ લેવાં, જેથી મન મહા દઢ થાય છે અને અપચ્ચખાણની ક્રિયા લાગતી નથી.
(૧૦) મિથ્યાદર્શન પ્રત્યયી ક્રિયા-કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા રાખે છે.
તેના બે ભેદ છે: (૧) “ઓછી અધિકી મિચ્છા દસ વરિયા કિયા–શ્રી જિનેશ્વર દેવના જ્ઞાનથી ઓછું અદકું સહે તથા પ્રરૂપે તે, જેમ કે કઈ કહે કે જીવ તલમાત્ર છે, તંદુલમાત્ર છે તે ઓછી પ્રરૂપણ. કઈ જીવ આખા લેકમાં વ્યાપી રહ્યો છે તે અધિકી પ્રરૂપણ (૨) વિપરીત મિચ્છાદંસણ વત્તિયા ક્રિયા–શ્રી જિનેશ્વર દેવના માર્ગથી ઊલટી રીતે સર્દેહે તથા પ્રરૂપણ કરે છે. જેમ મિથ્યાત્વના જોરથી કેટલાક કહે છે કે, પાંચમહાભૂતમાંથી આભા ઉત્પન્ન થયો છે, દેહ પડયા પછી આત્મા પાંચ મહાભૂતમાં મળી જશે અને પાછળ કંઈ રહેશે. નહિ.
એવા નાસ્તિક મતવાદીને પૂછીએ કે, ભાઈ ! એમ હોય તે. પુનર્જન્મ, પૂર્વ જન્મ. પુણ્યપાપનાં ફળ, વગેરે કંઈ નથી એમ ઠરે છે. પણ દુનિયામાં જોઈએ છીએ તે તેવું પ્રત્યક્ષ દેખાતું નથી. પૂર્વજન્મ ન હોય તે અહીં એક દુઃખી અને એક સુખી કેમ થાય છે ? પંચમહાભૂતથી સને આત્મા ઉત્પન્ન થયો હોય તે સૌ એકસરખા સુખી વ દુઃખી શા માટે ન હોવા જોઈએ ?