________________
પ્રકરણ ૨ જ : રાત્ર ધર્મ
૪૩૩ જુએ, મંડળ બંધાઈ સેદા કરે, ટોળે મળી ચપાટ, ગંજીપ, વગેરે. રમત છે. હજારો લોકો એક સાથે ફાંસીની શિક્ષા જુએ, બજારમાં. વેચાતી ચીજ ઘણું જણ સહિયારી વેચાતી લે, વેશ્યાનો નાચ જે. મેળે, જાત્રા, મહોત્સવ વગેરેમાં માણસો એકઠાં મળે, વગેરે પ્રસંગમાં. સામુદાણિયા કિયા લાગે છે.
એવા પ્રસંગોમાં સર્વ મનુષ્યના એકસરખા પરિણામ (વિચાર) થાય છે, તેથી એકસાથે કર્મનો બંધ પણ પડે છે અને તેનાં ફળ પણ આગમાં, વહાણ-આગબોટ ડૂબે તેમાં અને પ્લેગ વગેરે મરકીના. પ્રસંગે એકસાથે મરણ પામી ભોગવે છે.
સામુદાણિયા કિયાના ત્રણ ભેદ છેઃ (૧) “સાંતર–સામુદાણીકામ અંતરસહિત કેટલાક કરે, સી મળી એક વખત કર્યા પછી વચમાં થોડો વખત છોડી દે છે. વળી, ઘણા દિવસ પછી તે કામ કરે છે. નિરંતર–સામુદાણી કામ કેટલાક નિરંતર કરે, વચમાં છોડી દે નહિ. (૩) “તદુભય—કેટલાક અંતર સહિત સામુદાણું કામ કરે અને અંતરરહિત પણ કરે.
(૨૩) પજવત્તિયા ક્રિયા-પ્રેમભાવના ઉદયથી જેકિયા લાગે છે તે. તેના બે ભેદ છેઃ (૧) માયા કપટ કરવાથી (૨) લોભ કરવાથી આ સ્થળે માયા અને લાભ તે રાગની પ્રકૃતિઓમાં ગણી છે એટલે એ બે કષાયને પેટામાં ગણી છે.
. (૨૪) દેવરિયા કિયા-દ્વેષભાવના ઉદયથી જે ક્રિયા લાગે છે તે.
તેને બે ભેદ છેઃ (૧) ફોધ કરવાથી, (૨) માન કરવાથી. આ સ્થળે કોધ અને માનને દ્વેષ કષાયની પ્રકૃતિમાં ગણી છે.
એ પ્રમાણે સંપરાય કિયાના ૨૪ બેલ થયા.
(૨૫) ઈરિયાવહિયા કિયા–૧૧-૧૨-૧૩માં ગુણસ્થાનકવત વિતરાગી ભગવંતોને નામકર્મોદયથી મનાદિ ત્રણ યોગની શુભ પ્રવૃત્તિ×
* કેવળજ્ઞાનીઓના મને યોગની પ્રવૃત્તિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને પ્રશ્નનો ઉત્તર આપવામાં, વરાયોગની પ્રવૃત્તિ વ્યાખ્યાન તથા પ્રકારને ઉત્તર, આપવામાં અને ડાયયોગની પ્રવૃત્તિ ઉદયવલીમાં આવેલાં દ્રવ્ય, ક્ષેત્રાદિની સ્પર્શ નામાં ઇત્યાદિ શુદ્ધ કાર્યમાં જ હોય છે.
૨૮