________________
૪૩૬
જૈન પ્રકાશ
ગયેલું પાણી ઊલેચીને વહાણને પાણી વગરનું કરવું જોઈએ, તે જ વહાણ પેલે પાર પહોંચે. માટે સંવરકરણ આદરીને પૂર્વ કર્મનાં જે જે દળિયાં આત્મ પ્રદેશમાં છે તે દળિયાને ખપાવી આત્માને મેક્ષ ગતિને ગ્ય કરે તેને નિર્જરા તત્વ કહે છે.
એ નિર્જરાના બાર પ્રકાર છેઃ ૧. અણસણ-અન્ન વગેરે ચાર આહાર થોડો વખત અગર જાવજીવ લગી છોડે ૨. ઊણોદરીઆહાર અને ઉપકરણ ઓછાં કરે, ૩. વૃત્તિ સંક્ષેપ-ભિક્ષાચરી એટલે ગોચરી કરે ૪. રસપરિત્યાગ–રસને ત્યાગ કરે, ૫. કાયકલેશ-કાયાને જ્ઞાન બુદ્ધિથી કષ્ટ આપે, ૬. પડિસંલીયા-આત્માને વશ કરે. એ છ પ્રકાર બાહ્ય એટલે પ્રગટ તપ આદરે, ૭. પ્રાયશ્ચિત–પાપનું નિવારણ–તે થયેલાં પાપોથી નિવવા દંડ લે, ૮. વિનયનમ્રતા રાખે ૯. વૈયાવૃત્ય–ગુરુ વગેરેની ભકિત-સેવા કરે, ૧૦. સજઝાયશાસ્ત્ર ભણે, ૧૧ ધ્યાનશાસ્ત્રના અર્થની વિચારણા કરે, ૧૨. કાઉસ્સગ્ન [કાયોત્સર્ગ] એ છે અત્યંતર એટલે ગુપ્ત તપ છે.
કુલ ૧૨ ભેદ નિર્જરાના છે તે આદરી આત્મામાં રહેલાં કર્મનાં દળને ક્ષય કરે ૪
૮. બંધતત્ત્વ જેમ દૂધમાં પાણી, માટીમાં ધાતુ, ફૂલમાં અત્તર, તલમાં તેલ રહેલ છે, તેમ આત્મ પ્રદેશ અને કર્મ પુદ્ગળ એકબીજામાં બંધાઈ રહેલ છે તેને બંધતત્વ કહે છે. એ બંધતત્વના ચાર પ્રકાર છે; ૧. પ્રકૃતિબંધ ૨. સ્થિતિબંધ, ૩. અનુભાગબંધ અને ૪. પ્રદેશબંધ.
(૧) પ્રકૃતિબંધ પ્રકૃતિબંધ તે કમને સ્વભાવ તથા પરિણામ. હવે આઠે કર્મ કેટલી રીતે બાંધે છે અને તેનાં ફળ કેટલી રીતે ભગવે છે તે વર્ણવે છે.
1 x નિર્જરા તત્વને વિશેષ વિસ્તાર પ્રથમ ખંડના ત્રીજા પ્રકરણમાં તપાયાર' ના ભેદ છે તેમાં છે.