________________
૪૩૪
જૈન તત્વ પ્રકાશ
થાય છે. તેથી સાતા વેદનીય કર્મનાં દલિકે એકઠાં થાય છે. પરંતુ તેઓ અકષાયી હોવાથી પ્રકૃતિ અને પ્રદેશ એ બે બંધ થાય છે, પણ સ્થિતિ અને અનુભાગ એ બે બંધ થતા નથી. કેમ કે કષાય વિના કેવળ ચોગ કર્મબંધક થતો નથી. આથી વીતરાગને પ્રથમ સમયે લાગેલાં સાતવેદનીય કર્મ પુદ્ગલે બીજે સમયે વેદી ત્રીજે સમયે નિર્જરે છે. અર્થાત દૂર કરે છે.
તેના બે ભેદ છે. (૧) છઘસ્થિની-૧૧મા તથા ૧૨માં ગુણવસ્થાનવતી સાધુને હાલતાં ચાલતાં લાગે છે. (૨) “કેવળીની—શ્રી યોગી (૧૩માં ગુણસ્થાનવત) કેવળી ભગવાનને હાલતાં ચાલતાં જે કિયા લાગે છે તે.
એ પચીસે કિયા કર્મબંધનું કારણ જાણી સમદષ્ટિ પ્રાણીએ એ છોડી દેવી જોઈએ.
એ રીતે નવ તત્ત્વમાંથી પાંચમા આસ્રવ તત્ત્વના ૪ર ભેટ છે. તે હેય એટલે ત્યાગવા ગ્ય છે.
૬. સંવસ્તત્ત્વ કર્મ પાપરૂપી પાણીથી જીવરૂપી વહાણ ભરાઈ ગયું છે. તેથી આસવરૂપી છિદ્રોની આડે વ્રત પચ્ચખાણ આદિ પાટિયાં લગાડવાં, જેથી પાપરૂપ જળને પ્રવાહ આવતા બંધ થાય તેને સંવર કહે છે. એ સંવરના ૨૦ ભેદ છે.
સંવર અને આસ્રવ એ પરસ્પર વિરોધી છે. જ્યાં આસવ ત્યાં સંવર નહિ અને જ્યાં સંવર ત્યાં આસવ નહિ. સંવરના ૨૦ પ્રકાર આસવના ૨૦ પ્રકારથી ઊલટા છે.
(૧) સમ્યફ વ, (૨) વ્રતપચ્ચખાણ કરે, (૩) પ્રમાદ છેડે. (૪) કષાય છેડે. (૫) યોગને સ્થિર કરે. (૬) જીવદયા પાળે. (૭) સત્યવચન બેલે (૮) દત્તત્રત આદરે, (૯) બ્રહ્મચર્ય પાળે, (૧૦) પરિગ્રહ છોડે, (૧૧થી૧૫) શ્રોત્ર, ચક્ષુ, થ્રાણ, રસના, સ્પર્શના એ પાંચ ઈદ્રિયે વશ કરે, (૧૬થી૧૮) મન, વચન અને કાયાના ત્રણ યંગ વશ કરે,