________________
૪૨૫
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ નુકસાન થાય તે રૂડું મને, (૨) અજીવ ઉપર દ્વેષ લાવવ-વસ્ત્ર, ઘરેણાં, મકાન, વગેરે અજીવ ચીજોને વિનાશ ક્યારે થશે એમ ચિંતવે એ બંને કર્મબંધના હેતુ છે. અજીવ વસ્તુ ઉપર સૂગ આવે તે પણ ક્રિયા લાગે.
(૪) પરિતાપનિકી કિયા-તે હાથની મૂઠી, લાકડી, વગેરેથી શરીરનાં અવયવ છેદવા કે તાડન તર્જનથી પરિતાપ ઉપજાવતાં લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) “ સ્વહસ્ત '–પિતાને હાથે અને વચનથી પિતાને અને બીજાને દુઃખ દે; (૨) “પરસ્ત”-બીજાને હાથે અને વચનથી પિતાને કે બીજાને દુઃખ દેવરાવવું તે.
(૫) પ્રાણાતિપાતિકી ક્રિયા-વિષ, શસ્ત્ર, વગેરેથી જીવની ઘાત કરે તે પ્રાણાતિપાત કિયા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) “સ્વહસ્ત'–પિતાને હાથે અને મારે, શિકાર ખેલે, વગેરે (૨) “પરહસ્ત”—બીજાની પાસે જીવને મરાવે, શિકારી કૂતરા, ચિત્તા, વગેરે જનાવરને છૂટાં મૂકી ની ઘાત કરાવે અગર મારનારને “માર, માર, માર, શું જોઈ રહ્યો છે ? !” વગેરે શબ્દથી, શાબાશી દે, ઈનામ પણ દે.
(૬) આરંભિકી ક્રિયા-પૃથ્વી, પણ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતાં ચાલતાં પ્રાણી, છકાયની હિંસાનો ત્યાગ નથી કર્યો ત્યાં લગી એમને જેટલે આરંભ આ જગતમાં થઈ રહ્યો છે, તે સર્વ પાપની ક્રિયા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) જીને આરંભ થઈ રહ્યો હોય તેની (૨) અજીવ (નિર્જીવ વસ્તુ)ને આરંભ થાય તેવી. . (૭) પારિગ્રહિની ક્રિયા-ધન, ધાન્ય, દુપદ, ચતુષ્પદ, વગેરે પરિગ્રહ રાખવાને ત્યાગ ન હોય તે આખા લેકમાં જેટલા પરિગ્રહ છે તેની ક્રિયા તેને લાગે છે.