________________
૧૨૭
પ્રકરણ ૨ જુંઃ સિદ્ધ
૧૩. નપુંસક લિંગ એક સમયમાં ૧૦ સિદ્ધ થાય. અને, ૧૪. બધા એકત્ર મળી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય.
પૂર્વ ભવ આશ્રિત-પહેલા બીજા, ત્રીજા નરકના નીકળ્યા એક સમચમાં ૧૦ સિદ્ધ થાય. ચેથા નરકના નીકળ્યા ૪ સિદ્ધ થાય. પૃથ્વી પાણીના નીકળ્યા ૪ સિદ્ધ થાય, વનસ્પતિના નીકળ્યા ૬ સિદ્ધ થાય. પંચેન્દ્રિય ગર્ભ જ તિર્યંચ તિર્યંચણી તથા મનુષ્યના મનુષ્ય થયેલા ૧૦ સિદ્ધ થાય. મનુષ્યના આવેલા ૨૦ સિદ્ધ થાય. ભુવનપતિ, વાણવ્યંતર અને
તિષીના નીકળેલા ૧૦ સિદ્ધ થાય. ભુવનપતિ વાણવ્યંતરની દેવીના નીકળ્યા ૫ સિદ્ધ થાય. તિષિણી દેવીના નીકળ્યા ૨૦ સિદ્ધ થાય. વૈમાનિક દેવના નીકળ્યા ૧૦૮ સિદ્ધ થાય અને વૈમાનિકની દેવીના નીકળ્યા ૨૦ સિદ્ધ થાય.
ક્ષેત્ર આશ્રિત-ઊંચા લેકમાં ૪ સિદ્ધ થાય, નીચા લેકમાં ૨૦ સિદ્ધ થાય. તિરછા લોકમાં ૧૦૮ સિદ્ધ થાય. સમુદ્રમાંક ૨, નદી પ્રમુખ સરોવરમાં ૩, પ્રત્યેક વિજયમાં અલગ અલગ ૨૦ સિદ્ધ થાય. (તે પણ ૧૦૮ થી અધિક એક સમયમાં સિદ્ધ ન જ થાય). મેરુ પર્વત પર ભદ્રશાલવન, નંદનવન, સોમનસ વનમાં ૪, પંડગવનમાં ૨, અકર્મભૂમિનાં ક્ષેત્રમાં ૧૦, કર્મભૂમિનાં ક્ષેત્રમાં ૧૦૮, પહેલા બીજા અને પાંચમા છઠ્ઠા આરામાં ૧૦, ત્રીજા ચોથા આરામાં એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય*
અવગાહના આશ્રિત–જઘન્ય બે હાથની અવગાહનાવાળા એક સમયમાં ૪ સિદ્ધ થાય. મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા એક સમયમાં ૨ સિદ્ધ થાય.
* અકર્મભૂમિનાં ક્ષેત્રો કે પર્વતેમાં કઈ હરણ કરી સમુદ્ર, નદી, સરોવરમાં નાખે ને ત્યાં કેવળજ્ઞાન પામીને મેક્ષ જઈ શકે છે.
ઉપર સિદ્ધ હેવાની જે સંખ્યા દર્શાવી છે તે એક સમય આથી જાણવી.