________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૩૦૩ જીવે હણાય છે. તેમને એકેક જીવ નીકળીને વડના બી જેવડી કાયા કરે તે જંબુદ્વીપમાં સમાય નહિ. એ પ્રમાણે સમજીને સંયમધારી મુનિરાજ મુખ પર મુખવસ્ત્રિકા બાંધે છે. પંખો નાખ, હીંચકે હીંચકવું. યંત્રો ફેરવવાં, વગેરે પવનની ઘાત થાય તેવાં કામને ઉપદેશ તે તેમનાથી થાય જ શી રીતે ? અગ્નિકાયના જીવથી વાયુકાયના જીવે વધારે સૂક્ષ્મ છે.
૫. વનસ્પતિકાય સંયમ-વનસ્પતિમાં ત્રણ પ્રકારે છે હોય છે. કેટલીક વનસ્પતિમાં એક શરીરે એક જીવ હોય છે. જેમકે અનાજના દાણા, બી, વગેરે કેટલીએક વનસ્પતિમાં સંખ્યાતા અને અસંખ્યાતા જીવે હોય છે. જેમકે પાંદડાં, શાક, વગેરે કેટલીએક વનસ્પતિમાં એક શરીરમાં અનંતા જેવો હોય છે. જેમકે કંદમૂળ અને કમળ (કુણી) વનસ્પતિ વગેરે. એવું જાણું વનસ્પતિને સ્પર્શ સંયમધારી મુનિરાજ ન કરે તે ફૂલ તેડવાં, ફળ વાપરવાં, ફળ-ફૂલનું છેદનભેદન, ફૂલને હાર–ગજરા બનાવવા વગેરેના ઉપદેશ દેવાનું રહ્યું જ કયાં!
કેઈ કહે છે કે પૃથ્વી વગેરે પાંચ સ્થાવર કાયના જીવમાં હલનચલન વગેરેની શક્તિ છે નહિ, તેથી તેને સ્પર્શ વગેરે કરતાં તેને દુઃખ શી રીતે થાય? ન જ થાય. આ બાબતનું સમાધાન
શ્રી આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદેશામાં કહ્યું છે કે કઈ માણસ જન્મથી આંધળે, જન્મથી બહેરે અને જન્મથી મૂંગે હોય, તેવા અસમર્થને બીજે કઈ માણસ પગથી માંડીને ઠેઠ માથા લગી અંગ, ઉપાંગના શસ્ત્ર વડે કટકે કટકા કરે તે તેને કેવી પીડા થાય છે? એ માણસના મનમાં જે પીડા થાય છે તે જ્ઞાની પુરુષ જાણે છે, પણ પીડા પામનારે માણસ પોતાના ઘેર દુઃખની વાત કેઈને કહી શકતું નથી. તે પ્રમાણે પાંચ સ્થાવરના જીને અડવાથી, કાપવાથી, છેદનભેદનથી અસહ્ય પીડા થાય છે, પણ તે પીડા બતાવવાને તેને વાણી વગેરે સાધન નથી. કર્મના ઉદયથી તેઓ પરવશ-લાચાર