________________
૩૦૨
જૈન તત્ત્વ પ્રકાશ કરે, (૧૧) ક્રોધ, (૧૨) માન, (૧૩) માયા (કપટ), (૧૪) લેભ, એ ચાર કષાયથી છૂટે, (૧૫) મનથી કેઈનું બૂરું ચિંતવવું (૧૬) વચન ખોટું બોલવું (૧૭) કાયાને અજતનાથી પ્રવર્તાવવી, એ ત્રણ દંડથી મુક્ત થવું એ પ્રમાણે સંયમ ૧૭ પ્રકારને છે.
બીજી રીતે ૧૭ પ્રકારને સંયમ :
૧. પૃથ્વીકાય સંયમ-એક જુવારના દાણા જેટલી પૃથ્વીકાયની કણીમાં અસંખ્યાતા જીવે છે. એ માંહેને એક જીવ નીકળીને કબૂતર જેવડી કાયા બનાવે છે તે કણીમાંના જ એક લાખ જેજન લાંબા પહેલા જંબુદ્વિીપમાં સમાય નહિ, પૃથ્વીકાયના જીનું પિંડ એ પ્રમાણેનું જાણી, સંયમધારી મુનિએ તેને જરા પણ દુઃખ ન થાય તેમ વિચરે. પૃથ્વીકાયને સ્પર્શ ન કરે. મકાન બાંધવાં, ધૂળ ખેરવી, ખેતર ખેડવાં, બાગ કરવા, વગેરે જે જે કામેથી પૃથ્વીકાયની હિંસા થાય એ ઉપદેશ તે મુનિથી થાય જ શી રીતે ?
૨. “અપકાય સંયમ'-અપ (પાણી) કાયના એક ઝીણા ટીપામાં અસંખ્યાતા જીવે છે. એમાંથી એકેકે જીવ નીકળીને સરસવના દાણા જેવડી કાયા કરે તે જંબુદ્વીપમાં સમાય નહિ. અપકાયના જીની એ પ્રમાણેની હકીકત જાણી સંયમધારી મુનિ મહારાજ કાચા પાણીને સ્પર્શ ન કરે. સ્નાન કરવું, રાઈ કરવી, વસ્ત્ર વાં, વગેરે બાબતને ઉપદેશ તે તેમનાથી થાય જ શી રીતે ?
૩. તેઉકાય સંયમ–તેઉ (અગ્નિ)ના એક તણખામાં અસંખ્યાતા જીવે છે. તેમાંથી એકેક જીવ નીકળીને ખસખસના દાણા જેવડી કાયા કરે તે જબુદ્વીપમાં સમાય નહિ. એ પ્રમાણે જીવન સ્વરૂપ જાણી સંયમધારી મુનિ અગ્નિને સ્પર્શ ન કરે. દેવતા કરે, ભઠ્ઠી સળગાવવી, ધૂપ કર, વગેરે ઉપદેશ તે તેમનાથી થાય જ શી રીતે ?
૪. વાઉકાય સંયમ-વાયુ (હવા)ની એક નાનામાં નાની લહેરમાં અસંખ્યાત જ છે. અને એક વાર ઉઘાડે મોઢે બોલતાં અસંખ્યાત