________________
પ્રકરણ મું : સાપુજી
રર૩
શિય્યા, સ્થાનક, વગેરે ન મળે પણ ખંડેર જેવાં અને ટાઢ તાપ વગેરેનો ઉપદ્રવ થાય તેવાં મકાન અને શય્યાનો સંયોગ બને તો મનમાં જરા પણ ઉદ્વેગ ન આણે.
(૧૨) “આક્રોશ પરિષહ”—ગામમાં રહેતા સાધુની ક્રિયા, વેશ, વગેરે જોઈ કેઈ અદેખે અને પર ધર્મનો અભિમાની મનુષ્ય કઠોર વચન કહે, નિંદા કરે. આળ ચડાવે. ઠગ, પાખંડી વગેરે શબ્દો કહે, તે સમભાવ રાખી સહન કરે.
(૧૩) “વધ પરિષહ”—કે મનુષ્ય ક્રોધમાં આવી જઈ મારે, તે પણ મુનિ શાંત સમાધિથી સહન કરે.
(૧૪) “ જાયણા પરિષહ”_ઓસડ વગેરે ચીજની જરૂર પડતાં યાચના કરવા જવું પડે તે એમ ન માને કે “હું મેટા ઘરને પુત્ર થઈને શી રીતે માગું?” એવું અભિમાન, શરમ કે ગ્લાનિ ન આણે. પણ એમ વિચારે કે સાધુન નિર્વાહ તે યાચના (માગણી કરવા પર જ છે.
(૧૫) “ અલાભ પરિષહ ”—યાચના કરવા છતાં પણ ઈચ્છિત વસ્તુ ન મળે તે જરા પણ ખેદ ન આણે.
(૧૬) “ રોગ પરિષહ ”—શરીરમાં કોઈ પણ જાતને રોગ થયો હોય તો, હાય હાય વોય માડી ! ત્રાહિ ત્રાહિ ! વગેરે દીન શબ્દો ન બોલે.
(૧૭) “તૃણફાસ પરિષહ”—રોગથી દુર્બળ થયેલા શરીરથી પૃથ્વીને કઠણ સ્પર્શ સહન ન થાય તે પ્રસંગે સાધુને ગાદીતકિયો તે ખપે નહિ પણ કદ વગેરેના નરમ પરાળના બિછાના પર શયન કરે. એ પરાળ-ઘાસને સ્પર્શ પણ ન ખમાય તો ગૃહસ્થાવાસને સંભારે નહિ.
(૧૮) “ જલ પરિષહ”—મેલ, પરસેવો, વગેરેથી ગભરાઈને સાધુ નાનની ઈરછા ન કરે.