________________
૩૮૬
જૈન તત્વ પ્રકાશ
કરાય છે તેમ કુદરતી બુદ્ધિ સાથે તથા શાસ્ત્રોના ન્યાય સાથે ધર્મને મેળવી પરીક્ષા કરી પછી ગ્રહણ કરવાની સુજ્ઞ જન ઈચ્છા રાખે છે.
(૨) દુઃખને ડર હોય–જે નરકાદિક દુઃખથી ડરે તે જ ‘ધર્મકથા શ્રવણ કરીને પાપકર્મ કરતાં ડરશે. પાપ કરવામાં નીડર હોય તેને ઉપદેશ શી રીતે લાગે? x
(૩) સુખનો અભિલાષી હોય–જે સ્વર્ગ અને મોક્ષનાં સુખને માનતે હોય તે જ ધર્મકથા શ્રવણ કરી ધર્મમાગમાં પોતાની શક્તિ વાપરશે.
(૪) બુદ્ધિમાન હાય-બુદ્ધિમાન હોય તે જ ધર્મનાં રહસ્યોને સમજી શકે, અને બુદ્ધિ વડે ચાળી, તલ કરી સત્ય ધર્મને સ્વીકાર કરશે.
(૫) મનન કર્તા હોય-સાંભળીને ત્યાં ને ત્યાં છોડી દે, તે તેને કંઈ ફાયદો થાય નહિ. જે કંઈ ધર્મની વાતો સાંભળે તે હૃદયમાં ધારી મનન કરી વિચારે તે જ સત્યાસત્યને નિર્ણય કરનાર થાય.
(૬) ધારણ કરનાર હોય–ધર્મની બાબતે ઘણે વખત હૃદયમાં ધારણ કરી રાખે એવો હોય.
૪ ધર્મની પરીક્ષા કસી, છેદી અને તપાવીને કેવી રીતે કરવી તે નીચે દર્શાવ્યું છે. પ્રાણવધ વગેરે પાપસ્થાનોને નિષેધ અને ધ્યાન અધ્યયન વગેરે સત્કર્મોની આજ્ઞા એ ધર્મનો કસ (કસોટી) છે. જે બાહ્ય ક્રિયા વડે ધર્મના વિષયમાં બાધા ન પહોંચે અર્થાત મલિનતા ન આવી શકે પણ પવિત્રતા વધતી રહે એને ધર્મ વિષે છેદ કહે છે. જેના વડે પૂર્વના કરેલા કર્મ બંધ છૂટી જાય, અને નવીન કર્મબંધ ન થાય એ રીતે જીવાદિ પદાર્થોનું જેમાં કથન હોય એને ધર્મને તાપ સમજ. એ રીતે કસીને, છેદીને અને તાપ લગાડીને ધર્મની અણુ પરીક્ષા કરી પછી ગ્રહણ કરો.
* દૃષ્ટાંત-કંદમૂળ ખાનાર એક જૈનને એક સાધુએ કહ્યું કે ઘણું પાપ કરશે તો નરકમાં જવું પડશે ! જેને પૂછયું–મહારાજ ! નરકનાં સ્થાન કેટલાં? સાધુએ કહ્યું, નરક સાત છે. જેને કહ્યું : અરે મહારાજ હું તો પંદર નરક કમર પર બાંધીને બેઠા હતા અને આપે તો અર્ધા પણ ન બતાવ્યાં, હવે ફિકર રહી નહિ ! એવા નીડર શ્રોતાને ઉપદેશ શી રીતે લાગે ?