________________
પ્રકરણ ૨ નું સૂત્ર ધર્મ
૪૦૭ હવે કઠોળના દસ ભેદ છે. ૧. તુવેર, ૨. મઠ ૩. અડદ ૪ મગ, ૫. ચેળા. ૬. વટાણા, ૭. તિવડા ૮. કળથી, ૯. મસૂર, ૧૦ ચણા એ સર્વે મળી ૨૪ પ્રકારનાં અનાજ (ઓસહી) છે.
૧૨. હરિકાય-ભાજપાલાને હરિકાય કહે છે. જેમ કે મૂળાની. ભાજી, મેથીની ભાજી, વથવાની ભાજી, એદલાઈની ભાજી, સૂવાની ભાજી, વગેરે જાતની ભાજી છે.
એ બાર જાતની પ્રત્યેક વનસ્પતિમાં, ઊગતી વખતે અનંત છે, મટી થયા પછી લીલી રહે ત્યાં લગી અસંખ્યાતા છે અને પાકી ગયા પછી બી જેટલા જીવ અગર એક, બે એમ સંખ્યાતા જી હોય છે.
સાધારણ વનસ્પતિકાય-જમીકંદ અથવા કંદમૂળને સાધારણ વનસ્પતિકાય કહે છે. તેના ઘણા ભેદ છે. મૂળાના કાંદા, આદુ, પિંડાળું, લસણ, ડુંગળી, સુરણ, વજકંદ, ગાજર, આલુ, (બટેટા), મુસળી, ખુરશાણી, અમરવેલ, શેર, હળદર, સિંહ કરણી, સકરકંદ, વગેરે ઘણી જાત છે. સેયના અગ્રભાગ ઉપર રહે એટલી સાધારણ વનસ્પતિમાં અસંખ્યાતી શ્રેણી (ઘરોની શેરી) એમાંની એકેક શ્રેણમાં અસંખ્યાતી પ્રતર (ઘરના માળા), એમાંની એકેક પ્રતરમાં અસંખ્યાતા ગોળા (અફીણના ગેટાની પેઠે ઘર), એકેક ગેળામાં અસંખ્યાતાં શરીર (જેમ પુદ્દગળસ્કંધમાં પરમાણુની રચના છે તેમ) અને એકેક શરીરમાં અનંતા જીવ રહ્યા છે.
સેયના અગ્ર ભાગ ઉપર રહેલી સાધારણ વનસ્પતિમાં રહેલા
* કોઇ શંકા કરે કે સોયની અણી ઉપર રહેલી કંદમૂળની કટકી ઘણી નાની હોઈને જગા પણ બહુ જ થોડી રોકે છે. એટલી થોડી જગામાં અનંત જીવોનો સમાવેશ શી રીતે થાય ? તો તેનો ઉત્તર એ છે કે–એક માણસે કરોડ ઔષધિઓ ભેગી કરી તેને અર્ક કાઢી તેલ બનાવ્યું, અગર તો કરોડ ઔષધિને ખૂબ વાટી તેનું ચૂર્ણ બનાવ્યું. હવે તેમાંથી રોયના અગ્ર ભાગ ઉપર જે તેલ કે ચૂર્ણ આવે તેમાં કરોડ ઔષધિ છે તેવી રીતે સમજવું. હાલ પણ એક વીંટીમાં બાજરાના દાણા જેટલો કાચ હોય છે. તેમાં મોટા મોટા માણસેના આઠ ફોટોગ્રાફ દેખાય છે. કૃત્રિમ પદાર્થોમાં એટલી સત્તા છે તો પછી કુદરતી પદાર્થોનું તો શું કહેવું? માટે જિન પ્રભુનાં વચનોમાં જરા પણ સંદેહ લાવવો નહિ.