________________
૪૧૦.
જૈન તત્વ પ્રકાશ'.
ખડમાંકડી, ફૂદાં, કરોળિયા, બગાં, કંસારી, વગેરે. એ ત્રણ જાતના ત્રણ જીવોને વિકસેંદ્રિય તિર્યંચ કહે છે.
૪. પંચેન્દ્રિય-કાયા, મુખ, નાક, આંખ અને કાન એ પાંચ ઇંદ્રિયવાળા જીવ–તેના ચાર ભેદ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. તેમાં નારકનું વર્ણન આગળ આવી ગયું છે. અહીં તિર્યંચ પંચેન્દ્રિયને વિસ્તાર કરે છે.
| તિર્યંચ પંચેન્દ્રિના બે ભેદ છેઃ ગર્ભજ (ગર્ભથી પેદા થાય) અને સમૂર્ણિમ (પિતાની મેળે પેદા થાય).
એ દરેકનાં પાંચ ભેદ છે. તે કહે છે.
૧. “જળચર–પાણીમાં રહેનારા જીવ. જેમ કે મછ, કચ્છ, મગર, સુસુમાર, કાચબા, દેડકાં, વગેરે.
૨. “થળચર’–પૃથ્વી પર ચાલનારા જીવ. તેના ચાર ભેદ છે. (૧) એક ખુરા–એક ખરીવાળાં તે ઘેડા, ગધેડા, ખચ્ચર વગેરે (૨) દોખુરા ખરીની વચમાં ફાટ હોય તેથી બે ખરીવાળાં તે ગાય, ભેંસ બકરાં, ઘેટા, વગેરે. (૩) “ગંડીપયા સોનીની એરણ જેવા પગવાળા તે હાથી, ઊંટ, ગેંડા, વગેરે. (૪) “સણપયા પંજાવાળા તે સિંહ, ચિત્તા, બિલાડી, કૂતરાં, વાંદરાં, વગેરે.
૩. “ઉરપર–પેટના જોરથી ચાલનારા જીવ. તેના ચાર ભેદ છે. ૧. અહિ (સર્પ). તેમાં એક ફેણ માંડે છે અને બીજા ફેણ માંડતા નથી. એ સપ પાંચ જાતના હોય છે. ૨. “અજગર– માણસ વગેરેને ગળી જાય છે તે. ૩. “અળસિયાં મોટી. જ સેનાઓની નીચે પેદા થાય છે તે. ૪ “મહારગ' લાંબી અવઘેણું
* ચક્રવતી મહારાજા તથા વાસુદેવનાં પુણ્ય ખૂટી જાય છે ત્યારે તેમના ઘોડાની લાદમાં ૧૨ જોજન (૪૮ ગાઉ)ની લાંબી કાયાવાળાં અળસિયાં ઊપજે છે અને મરે છે. એ અળસિયાના તરફડવાથી પૃથ્વીમાં મોટા ખાડા પડે છે. તેમાં તમામ સૈન્ય, કુટુંબ, ગામ દબાઈ જઇ નાશ પામે છે.