________________
૪૧૧
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ વાળા લાંબામાં લાંબું એક હજાર જોજનનું શરીર હોય છે.
(૪) “ભુજપર ”—ભુજા (હાથ)ના જોરથી ચાલનારા જીવ. ઊંદર, નેળિયા, ઘૂસ, કાકીડા, વિસ્મરા, ગરોળી, ઘાયરા, ઘે, વગેરે.
(૫) ખેચર ” આકાશમાં ઊડનારાં પક્ષીઓ. તેના ચાર ભેદ-૧.. ચરમ-પંખી ચામડીની પાંખવાળાં, ચામાચીડિયાં (કાનકરડિયા), વડવાળાં (વડ વાંદરી). વગેરે; ૨. “રોમપંખી” રુવાં રોમરાય વાળ કે પીછાંની પાંખવાળાં પંખી-મેર, ચકલાં, કબૂતર, પોપટ, મેના, જળકુકડી, ચીલ, બગલાં, કેયેલ, તેતર, બાજ (શકરો), હોલાં, ચંડૂલ વગેરે. ૩. “વિતત પંખી”—પાંખ સદા પહોળી જ રહે તેવાં પંખી. (૪) “સમુગ પંખી–ડાબલાની પેઠે ગેલ અને સદા બિડાયેલી રહે તેવી પાંખવાળાં પંખી. ત્રીજી અને એથી જાતનાં પંખી અઢી દ્વિીપની બહાર જ છે.
મનુષ્યના ૩૦૩ ભેદ મનુષ્યના મુખ્ય બે ભેદ ગર્ભજ અને સમૂચ્છિમ. તેમાં ગર્ભમાં ૧૫ કર્મભૂમિ ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપવાસ મળી ૧૦૧ ભેદ છે. તે ૧૦૧ જાતના મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાપ્ત એવા બબ્બે ભેદ ગણતાં ૨૦૨ પ્રકાર ગર્ભજ મનુષ્યના થયા. એ ૧૦૧ પ્રકારના ગર્ભજ મનુષ્યમાંથી નીકળતી મળમૂત્ર વગેરે ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે મનુષ્ય ઊપજે છે તેને સમૂર્ણિમ મનુષ્ય કહે છે, તે અપર્યાપ્તા જ મરે છે તેથી સમૂમિ મનુષ્યના ૧૦૧ ભેદ થાય છે. એમ ગર્ભજના ૨૦૨ અને સમૂર્ણિમના ૧૦૧ મળી મનુષ્યના કુલ ૩૦૩ ભેદ છે. તેને વિસ્તાર કરી બતાવે છે.
ગર્ભજ મનુષ્યની જાતમાં ૧૫ કર્મભૂમિ મનુષ્ય છે. જેઓ અસિ” હથિયાર બાંધીને, “માસી” લખાણ, વેપારવણજ કરી; અને “કસી” કૃષિકર્મ એટલે ખેતીવાડી કરીને, એમ ત્રણ પ્રકારનાં કર્મો કરીને આજીવિકા (ઉદર પૂતિ) કરે છે તેને “કર્મભૂમિ ” મનુષ્ય કહે છે.
* એ અઢી દ્વીપની બહાર થાય છે.