________________
૪૧૬
જૈન તત્વ પ્રકાશ
અજીવના કહ્યા છે તે બાકીના વીસ ભેદો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. અને ગુણ એ પાંચ બોલ દરેક અરૂપી અજીવ ઉપર લગાડતાં થાય છે.. તેમાં ધર્માસ્તિકાયના પાંચ ભેદ છે. ધર્માસ્તિકાય એ દ્રવ્યથી એક જ છે. ક્ષેત્રથી લેકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે. કાળથી આદિ અંત રહિત. અથવા અનાદિ અનંત છે, ભાવથી અરૂપી–અવણે, અગધે, અરસે. અને અફાસે છે. ગુણ થકી સકમ જીને (સંસારી જીને) તથા પુગળને ચલણ સહાયદાતા છે.
અધર્માસ્તિકાયના પાંચ ભેદ છે. અધર્માસ્તિકાય એ દ્રવ્યથી એક જ છે, ક્ષેત્રથી–લેકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે; કાળથી—આદિ અંત રહિત અથવા અનાદિ અનંત છે. ભાવથી અરૂપી, અવર્ણ, અગધે, અરસે અને અફા ગુણથી–જીવ પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયભૂત છે.
આકાશાસ્તિકાયના પાંચ ભેદ છે. આકાશાસ્તિકાય એ દ્રવ્યથી. એક જ છેક્ષેત્રથી–લેક અને અલેકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે. (એ પિલાર રૂપ છે. કાકાશમાં તે અનેક દ્રવ્યો છે, પણ અલેકાકાશમાં. આકાશની શૂન્યાકાર પિલાર સિવાય કોઈ પણ દ્રવ્ય નથી. ) કાળથી. આદિ અંત રહિત અથવા અનાદિ અનંત છે; ભાવથી અરૂપી, અવ, અગધે, અરેસે અને અપશે. ગુણથી—અવગાહના દાન અવકાશ–દેવાનો
કાળના પાંચ ભેદ છે. કાળ એ દ્રવ્યથી–અનેક રીતે છે. તેમાં અનંતકાળ વીત્યે અને ભવિષ્યમાં અનંત છે, ક્ષેત્રથીવ્યવહાર કાળ તે અઢી દ્વીપના ચંદ્ર, સૂર્ય ચાલે છે, તેથી સમય, ઘડી, પ્રહર, રાત, દિન, પક્ષ, માસ, વર્ષ તે ઠેઠ સાગરોપમ વગેરે સુધી ગણાય છે.. અઢી દ્વીપની બહાર ચંદ્ર સૂર્ય સ્થિર છે. તેથી ત્યાં રાત્રિ, દિન, વગેરે કંઈ નથી. નરક અને સ્વર્ગમાં પણ ત્રિદિવસ છે નહિ. માટે અઢી. દ્વીપની બહાર સર્વ સ્થળે કાળનું પરિમાણ નથી. છતાં અઢી દ્વીપના કાળની ગણતરી પ્રમાણે, જી વગેરેની સ્થિતિ બતાવી છે. બાકી મૃત્યુ કાળ તે ફક્ત-સિદ્ધ ભગવંત સિવાય સર્વ જીવને આયુષ્ય પૂર્ણ થયે. ભક્ષણ કરી રહ્યો છે, કાળથી આદિ અંત રહિત અથવા અનાદિ અનંત છે, હંમેશથી છે, અને હમેશ હશે. ભાવથી–અરૂપી, અવણે, અગધે,